પરીક્ષા:ઉત્તર ગુજરાતના પાંચ પરીક્ષા કેન્દ્રો ઉપર 2200થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારપુર, હિંમતનગર, વડનગર, પાલનપુર અને ભાંડુ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા મેડિકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પરીક્ષાનો ગુરુવારથી ઉત્તર ગુજરાતના પાંચ પરીક્ષા કેન્દ્રોમાં આરંભ થવા પામ્યો હતો. જેમાં 2200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષમાં પાર્ટ 1 અને 2 એમ.બી.બી.એસ, તેમજ બીડીએસ 1થી 4 પાર્ટના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓફલાઇન ગુરુવારથી શરૂ થવા પામી છે. જેમાં મેડીકલની ધારપુર, હિંમતનગર, વડનગર, પાલનપુર અને ભાંડુ પાંચ પરીક્ષા કેન્દ્રો ઉપર તેમજ બીડીએસના વિદ્યાર્થીઓને સિદ્ધપુર ડેન્ટલ કોલેજ ખાતે પરીક્ષા લેવામાં આવી રહી છે.

કુલ 2200 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા એમબીએડ, બીપીએડ, એમપીએડ સેમ 1ની પરીક્ષાઓનો પ્રારંભ થવા પામ્યો છે. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...