પરીક્ષા ઓફલાઈન લેવા યુનિવર્સિટી મક્કમ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની 6 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ માત્ર એક જ વાર ઓફલાઈન મોડમાં લેવાશે

પાટણ13 દિવસ પહેલા
  • યુનિવર્સિટીએ બીજી તક આપવાનો પરિપત્ર રદ કર્યો, પરીક્ષા તમામ છાત્રોએ આપવી પડશે
  • પરીક્ષાઓ માત્ર એક જ વાર નિર્ધારીત કાર્યક્રમ અનુસાર ઓફલાઈન મોડમાં લેવાશે
  • કોવિડ પ્રોટોકોલ સંપૂર્ણપણે પાળવા માટે પણ કોલેજોને સૂચના આપવામાં આવી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તા. 6 જાન્યુઆરીથી શરૂ થતી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ઓક્ટો-ડિસેમ્બર પરીક્ષાઓ અંગે કુલપતિના આદેશાનુસાર 1લી જાન્યુઆરી 2020ના રોજ નવો પરિપત્ર બહાર પડાયો હતો. જેમાં યુનિવર્સિટીની ઓકટોબર-ડિસેમ્બર, 2021ની તા. 06 જાન્યુઆરીથી શરૂ થતી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની થિયરી પરીક્ષાઓ માત્ર એક જ વાર નિર્ધારીત કાર્યક્રમ અનુસાર ઓફલાઈન મોડમાં એટલે કે પેપર-પેન પદ્ધતિથી લેવાશે એમ સ્પષ્ટ જણાવાયુ હતું.

ઉપરાંત દરેક છાત્રોએ આ પરીક્ષા આપવી ફરજીયાત છે અને તે પરીક્ષા બીજીવાર લેવાશે નહી એમ પણ યુનિવર્સિટી દ્વારા ખુલાસો કરાયો હતો. નોંધનીય છે કે યુનિવર્સિટીની એલ.એલ.એમ sem 3, બેચલર ઓફ આર્કિટેક્ચર sem 9 તેમજ બી.એડની સેમેસ્ટર 3, બીએચએમએસ વર્ષ 2,3,4, એફવાય એમબીબીએસ, એમએસસી સીએ એન્ડ આઇટી, એમએડ, એમપીએડ, એમજેએમસી, એમ આરએસ, એમેસડબ્લ્યુ, એમસીએ, એમએસસી હોમ સાયન્સ, એમકોમ, એમએ, એમએસસી જેવી સેમ 3 ની તમામ પરીક્ષાઓ માટે ઉપરોક્ત જોગવાઈ લાગુ પડશે. ઉપરાંત કોવિડ પ્રોટોકોલ સંપૂર્ણપણે પાળવા માટે પણ કોલેજોને સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...