તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:યુની.ની બીએ સેમ 6 ની વિષય પ્રમાણે 3 ગૃપમાં પરીક્ષા લેવાશે

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ 6 પરીક્ષાઓના મોક ટેસ્ટનો પ્રારંભ, પ્રથમ દિવસે 5 ટકા નેટવર્ક - લોગઈન જેવી સમસ્યા રહી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંતિમ બાકી રહેલ 6 ઓનલાઇન પરીક્ષાઓના મોક ટેસ્ટનો પ્રારંભ થયો હતો. બીએની સંખ્યા વધુ હોઈ વિષય પ્રમાણે 3 ગ્રુપમાં વહેચી પરીક્ષા લેવામાં આવનાર છે. કુલ 3 પરીક્ષાઓના 28 હજાર છાત્રોના મોટ ટેસ્ટ લેવાયા હતા. જેમાં નેટવર્કના ઈશ્યુના કારણે 3 થી 5 ટકા છાત્રોને લોગીન અને આઈ એગ્રીના પ્રશ્નોની બુમરાડ યથાવત રહી હતી.

યુનિવર્સીટી દ્વારા 53 પૈકી બાકી રહેલ વધુ છાત્રોની સંખ્યા વાળી બીએ સેમ 6, એમ.એ -2 રેગ્યુલર- એક્સ્ટર્નલ, એમ.એસ.સી.સેમ 2, બીએ.સેમ 6, બી.એ આર્ટ સેમ 6, બી.એડ સેમ 2 અને સ્પેશ્યલ બી.એડ સેમ 2ની 19 સપ્ટેમ્બરથી ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થનાર છે. તે પૂર્વ બે દિવસ મોક ટેસ્ટ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે ગુરૂવારે 28 હજાર છાત્રો પૈકી 26 હજાર છાત્રોએ ટેસ્ટ આપ્યા હતા. પરંતુ હજુ પણ છાત્રો નેટવર્ક સ્લો વાળા વિસ્તારોમાં રહેતા હોઈ તેમજ સોફ્ટવેરમાં ફોટો કેપ્ચર ન થવાની સમસ્યાને લઇ આઈ એગ્રી પર ક્લિક ન થવાની સમસ્યા સર્જાતા કેટલાક છાત્રો મોક ટેસ્ટમાં પણ લોગીન ન થઇ શકતા હેલ્પ સેન્ટરોમાં ફોન કરી મુશ્કેલીઓ રજૂ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...