રહિશોમાં રોષ:વરસાદ થંભ્યો છતાં રાધનપુરની સોસાયટીઓમાંથી પાણી ન હટ્યાં

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા અને કંટ્રોલ રૂમમાં જાણ કરવા છતાં કામગીરી ન થતાં રહિશોમાં રોષ

રાધનપુર શહેરમાં હાઇવે પર શીતલ સહિતની સાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાણી નિકાલ માટે તંત્રમાં અનેક વખત રજુઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી.

રાધનપુર શહેરમાં ગટરો દ્વારા વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી પાલનપુર હાઈવે તેમજ સમી હાઈવે પર આવેલી શીતલ, વેદાંત, બાલાજી, હરેકૃષ્ણ, હરિઓમ, મસાલી રોડ પર આવેલી સરસ્વતી, શિવ શક્તિ સહિતની સોસાયટીઓ તેમજ શિશુ મંદિર સ્કૂલ પાસે વરસાદી પાણીનો ભરાવો થાય છે. વરસાદ બંધ થયાના બે દિવસ થવા છતાં સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જેથી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી નિકાલની વ્યવસ્થા માટે પાલિકા અને કંટ્રોલરૂમમાં જાણ કરવા છતાં પગલાં લેવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...