તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Even In The Prime Minister's Village Vadnagar, People Are Dying, What Should I Do? After Alpesh Thakor, Now BJP MP Bharat Dabhi Opened The BJP Polls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદની ઓડિયો ક્લિપ:વડાપ્રધાનના ગામ વડનગરમાં પણ માણસો મરે છે, હુ આવીને શું કરૂ? અલ્પેશ ઠાકોર બાદ હવે ભાજપના જ સાંસદ ભરત ડાભીએ ભાજપની પોલ ખોલી

પાટણ12 દિવસ પહેલા
પાટણના સાંસદ ભરત ડાભી
 • પાટણના ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભીનો ઓડિયો વાઈરલ થયો
 • ગુમ થયેલા સાંસદને શોધવા જાગૃત નાગરિકે ફોન કરતાં સાંસદે સીધો જવાબ ન આપ્યો

પાટણ જિલ્લામાં સાતલપુરમાં આરોગ્યની સુવિધાઓના મળતા એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભીને લોકોની સુખાકારી માટે અને મરી રહેલા લોકોના જીવ બચે તે માટે કોઈ તો કાર્યવાહી કરવા માટે ફોન કરતા ભરતસિંહ ડાભી દ્વારા શું કરીએ આખા દેશમાં સ્થિતિ છે સહિત વડાપ્રધાનના ગામ વડનગરમાં પણ લોકો મરી રહ્યા છે, તો રાજ્યના મુખ્યમંત્રી પણ લોકોને ઓક્સિજન આપી શકતા નથી. તેવો એક કથિત ઓડિયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં ભારે ચકચાર મચી છે.

ભરત ડાભીના ઓડિયોની વાત
લાલજીભાઈ: હેલ્લો ડાભી સાહેબ.. હેલ્લો લાલજીભાઈ વાત કરું છું.
ભરત ડાભી: બોલો બોલો લાલજી ભા.ઈ
લાલજીભાઈ: ડાભી સાહેબ સાંતલપુર તાલુકાની બહુ દશા બેઠી છે.
ભરત ડાભી: આખા રાજ્યની બેઠી છે બાપુ, એકલા સાંતલપુરની ચો (ક્યાં) બેઠી છે.
લાલજીભાઈ: સાહેબ તમારી ક્યારેય વાતચીત નથી થતી, ક્યારે તમે પેપરમાં નથી આવતા, કાર્યકરોને સંબોધન નથી કરતા. અત્યારે સોશિયલ મીડિયા છે. તમે ટેલિફોનમાંથી કંઈક શકો વિડીયોમાંથી કંઈક કરી શકો.
ભરત ડાભી: શુ કરવાનું?
લાલજીભાઈ: કાંઈક આવે, જેટલા ધારસભ્યનું જેટલું આવે તેટલું તમારું નામ નિશાન પણ નથી વાંચ્યું.
ભરત ડાભી: ક્યાં ધારાસભ્ય?
લાલજીભાઈ: રઘુભાઈ દેસાઈ
ભરત ડાભી: એ કોગ્રેસના છે?
લાલજીભાઈ: આપડે તો ભાજપના છીએને.
ભરત ડાભી: હાં
લાલજીભાઈ: તો ભાજપ વાળા..
ભરત ડાભી: કોગ્રેસ વાળાને જે બોલવું હોય તે છૂટ હોય
લાલજીભાઈ: એ જે બોલે છે તે વેવારીક બોલે છે
ભરત ડાભી: કાગળો બાગળો બધું લખાય છે એ બધું ચાલુ છે.
લાલજીભાઈ: કાગળોથી શુ થાવનું સાહેબ?
ભરત ડાભી: તો બોલવાથી પણ શું થાવનું? રઘુભાઈની વાતો સાંભળી હોય તો બધું ના થઈ ગયું હોય
લાલજીભાઈ: એટલે કહું છું આપણી તો સરકાર છે સાહેબ
ભરત ડાભી: તો સરકાર હોય તો શું થાય?
લાલજીભાઈ: ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે
ભરત ડાભી: આખા દેશમાં આ દશા છે
લાલજીભાઈ: આપડે માનીએ કે રઘુભાઈ થી કાઈ ના થાય
ભરત ડાભી: કોઈનાથી કાઈ થઈ શકે એમ નથી, આ મુખ્યમંત્રી આખા રાજ્યમાં ઓક્સિજન વેચી શકે છે
લાલજીભાઈ: એટલે?
ભરત ડાભી: ઓક્સિજન લોકોને મળે છે?
લાલજીભાઈ: નથી મળતો એટલે તો આપને ફોન કર્યો.. હેલ્લો.. હેલ્લો
ભરત ડાભી: હા બોલો
લાલજીભાઈ: સાહેબ કાંઈક કરો, કાંઈક કરો આગળ આવો.
ભરત ડાભી: શું કરવાનું? શું કરવાનું પણ એતો કહો શું કરવાનું?
લાલજીભાઈ: કાર્યકરો કાઈ કરી શકતા નથી. તમે આગળ નહીં આવો ત્યાં સુધી કાર્યકરો કંઇ કરી શકતા નથી. વસ્તી બધી કાર્યકરોને પૂછે છે કેમ તને આવતા નથી સામે
ભરત ડાભી: હમ્મ
લાલજીભાઈ: ઓક્સિજન માટે થઈને માણસો મારે છે ટપોટપ
ભરત ડાભી: મરે, લોટ મરે.. લોટ માર્યા છે. વડનગર સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાનના ગામમાં પણ લોટ મરે છે. દાખલ કર્યો નહીં એ જ્યો નહીં.
લાલજીભાઈ: એટલે તો વાત છે. સાહેબ પાછા તમે ક્યારે આવતા નથી સામે એવો તો રસ્તો નીકળે અમારા એમપી આવ્યા હતા
ભરત ડાભી: મને કોરોના થયો તમને ખબર છે?
લાલજીભાઈ: એટલે તો ખબર નથી તમે આવો તો ખબર પડેને.
ભરત ડાભી: કોરોનામાં આવું?
લાલજીભાઈ: નહીં.. નહીં સોશિયલ મીડિયામાં
ભરત ડાભી: સોશિયલ મીડિયામાં બધું આવે છે ભાઈ, તમે જોતા નથી. ઘણુ બધું આવે છે.
લાલજીભાઈ: ડાભી સાહેબ કઈક કરો આવો તમે
ભરત ડાભી: આવીને શુ કરવાનું લ્યા?
લાલજીભાઈ: કાંઈક ગ્રાન્ટ આપો ગ્રાન્ટ ફળવો
ભરત ડાભી: શેની ગ્રાન્ટ? ભાજપની બધી ગ્રાન્ટ બંધ કરી દીધી છે તમને ખબર નથી
લાલજીભાઈ: બધી બંધ કરી દીધી:
ભરત ડાભી: હાં

ઓડીયો ક્લિપમાં અવાજ મારો જ છે: ભરતસિંહ ડાભી
સોશિયલ મિડીયાના ગ્રુપોમાં ફરતી થયેલી ઓડીયો ક્લીપ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા ભરતસિંહ ડાભીને પૂછવામાં આવ્યું કે, વાઈરલ થયેલી ઓડીયો ક્લીપમાં થયેલી વાતચીત અને અવાજ તમારો જ છે? તો તેમણે હા કહીને વાતને સમર્થન પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો