તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય:સ્નાતક કક્ષાએ સેમ - 1 અને સેમ -2 પાસ કર્યું ન હોય તો પણ સેમ 5માં પ્રવેશ મળશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉનો પરિપત્ર સ્થગિત કરાયો
  • આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા હવે આગળના સેમેસ્ટરમાં એક અગાઉના પરિપત્રને હાલ પૂસ્તો સ્થગિત કરવા નિર્ણય લેવાયો છે. એટલે કે વિદ્યાર્થીઓ હવે સેમ - 5માં પ્રવેશ લઈ આગળ વધી શકશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાએ પ્રવેશના નિયમો અંતર્ગત આજે નવો પરિપત્ર કરીને સ્નાતક કક્ષાએ સેમ -1 અને સેમ -2 પાસ કરેલ ન હોય તો પણ તમાંમ છાત્રોને સેમેસ્ટર -5માં પ્રવેશ આપવા નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા કરાયેલ નવા પરિપત્ર અંગે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યો તેમજ યુનિવર્સીટીના વિવિધ વિભાગોના અધ્યક્ષ અને સંયોજકોને જણાવાયું હતું.

અધ્યક્ષ અને સંયોજકોને જણાવાયું હતું કે, સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 પાસ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને સેમ -5માં પ્રવેશ આપવા અંગેના યુનિવર્સિટીના તા. 9 મેના પરિપત્રને કુલપતિના આદેશ મુજબ હવે આ પરિપત્રનો અમલ શૈક્ષણિક વર્ષ 2021- 22 પૂરતો સ્થગિત કરવા નિર્ણય કરાયો છે. શૈક્ષણિક વર્ષ 2022-23થી આ પરિપત્ર અમલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...