તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Even If Ramnagar Village Is Included In The Limits Of The Municipality, You Will Be Disturbed If The Municipality Does Not Clean It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:રામનગર ગામનો પાલિકાની હદમાં તો સમાવેશ પણ પાલિકા દ્વારા સફાઈ ન કરાતાં રહિશો પરેશાન

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીનો ભરાવો, પીવાના પાણીની સમસ્યા અને સારા રસ્તાનો અભાવ

પાટણ શહેરના દક્ષિણ અને અગ્નિ ખૂણામાં વિસ્તરેલા વોર્ડ નંબર અગિયારની વિવિધ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી, વરસાદી પાણીનો ભરાવો અને રામનગર વિસ્તારમાં ગંદકી અને સારા રસ્તાનો અભાવ જેવી સમસ્યાઓનો સામનો લોકોનો કરવો પડી રહ્યો છે. રામનગર ગામ પાછળથી શહેરમાં ભેળવવામાં આવ્યું હતું.

આ પછી ત્યાં પાણીની ટાંકી અને સંપ થતાં પાણીની તકલીફ રહી નથી પરંતુ ગંદકી અને સફાઈ જેવા પ્રશ્નો રહે છે. રસ્તા સારા ન હોવા અંગે પાલિકાની ગત ટર્મ વખતે આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા સત્તાધીશો સામે વિકાસ કામોમાં ભેદભાવના આક્ષેપ પણ કરાયા હતા. શહેરના પદમનાથ ચાર રસ્તાથી અંદર બનેલી સોસાયટીઓ શિવ રેસીડેન્સી, શિવાલિક, સોમનાથ ડુપ્લેક્સ શિવકૃપા તેમજ અન્ય સોસાયટીઓમાં જતા રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકર નથી તેમ સ્થાનિક રહીશ સાવન સથવારા એ જણાવ્યું હતું.

બેઠકનો પ્રકાર
પહેલી બેઠક અનુસૂચિત જાતિ મહિલા માટે અને બીજી બેઠક સામાન્ય મહિલા માટે અનામત છે. ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત, ચોથી બેઠક સામાન્ય કેટેગરીમાં બિન અનામત છે.

મતદારો
આ વોર્ડમાં 5446 પુરુષ અને 5123 સ્ત્રી મતદારો મળી કુલ 10569 મતદાતાઓ આગામી ચૂંટણીમાં ઉમેદવારોનાં ભાવિ નક્કી કરશે. 2015ની ચૂંટણીમાં 64. 57% મતદાન થયું હતું જેમાં 67. 23 ટકા પુરુષ અને 61.76 ટકા સ્ત્રી મતદારો હતા.

ભયજનક બમ્પ પર પસાર થવું ત્રાસદાયક
પદ્મનાભ નજીક આવેલ વેદ ટાઉનશીપ પાસે રોડ ઉપર સિમેન્ટના મોટા બમ્પ બનાવી દેવામાં આવ્યા છે. અને તે પણ રોડના અડધા ભાગમાં અઢી ફૂટ પહોળા અને અડધાથી પોણો ફૂટ ઊંચા બંપના કારણે વાહનો પટકાય છે. રસ્તો પણ સારો નથી, રોડના અડધા ભાગમાં બંપ હોવાથી વાંકાચૂંકા વાહન ચલાવવા પડે છે. રાત્રે પડી જવાનો ભય રહે છે તેમ આગળના વિસ્તારના રહીશ ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું

વોર્ડ વિસ્તાર
પદ્મનાભ મંદિર આસપાસ આવેલ સોસાયટીઓ, રામનગર, ચાણસ્મા હાઇવે પર આવેલ ઇન્દ્રપુરી, ઇન્દ્રલોક, અન્નપૂર્ણ, આરાસુરી, ઇન્દ્રપ્રસ્થ તેમજ અન્ય સોસાયટીઓ, અંબાજી નેળિયા વિસ્તારમાં પ્રાર્થના વિહાર, તિરુપતિ ભાગ-1 અને 2, રાજનગર, રાજમણિ તેમજ અન્ય 20 જેટલી સોસાયટીઓ

ફિલ્ટર પ્લાન્ટના પાણીનો લાભ મળતો નથી
પદ્મનાથ આસપાસની સોસાયટીઓમાં પીવાનું પાણી રામનગર ખાતે બનાવેલા બોર ટાંકી અને સંપ ખાતેથી આવે છે પરંતુ પૂરતું પાણી મળતું નથી. જેના લીધે કેટલીક સોસાયટીમાં પ્રાઇવેટ બોર કરવા પડ્યા છે અને તે પણ પાણી ખારા નીકળતા હોય પીવા માટે ઉપયોગમાં લઈ શકાતું નથી અને મિનરલ વોટર વેચાતું મંગાવવું પડે છે. નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટથી પાણીનો લાભ મળતો નથી તેમ મનસુખભાઈ પ્રજાપતિ જણાવ્યું હતું.

ભૂગર્ભ ગટર બની છે, પણ સારા રસ્તા નથી
આ વિસ્તારના રહીશ સુરેશજી ઠાકોરના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રસ્તાઓની સમસ્યા છે. અંડર ગ્રાઉન્ડ ગટર બની છે પરંતુ રસ્તા બન્યા નથી. ગામમાં પંચવટી બનાવી હતી. પરંતુ હાલમાં તેનો ગેટ એકલો ઊભો છે. બાકી કોઈ અસ્તિત્વ નથી બાળ ક્રીડાંગણના સાધનો પણ રહ્યા નથી. હાઇવે પારની સોસાયટીઓ આ વોર્ડમાં આવે છે. જેમાં અંબાજી નેળિયાની પ્રાર્થના વિહાર, તિરુપતિ સહિત 20 જેટલી સોસાયટીઓ પણ છે. જેમાં ચાણસ્મા હાઇવે પરની અન્નપૂર્ણા અને ઇન્દ્રલોક આજુબાજુના સોસાયટીમાં પીવાનું પાણી ઓછું મળે છે અને અન્નપૂર્ણા સહિત બે ત્રણ સોસાયટીમાં સી.સી.રોડ અધૂરા પડ્યા છે.

દવાખાને જતાં પણ પશુઓનો ભય લાગે છે
રામનગર ગામમાં કોમ્યુનિટી હોલ બનાવેલ છે. અને તેનો ઉપયોગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ સ્થળે આવવા જવાના રસ્તા પર જ પશુઓ દોડાદોડી કરતા હોવાથી લોકો ડરી રહ્યા છે. દવાખાને જતાં ઢોર અડફેટે લઈ લેશે તેવો ડર રહેતો હોય છે તેમ પુષ્પાબેન ઠાકોરે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો