સુવિધા:બેંકોની હડતાળ વચ્ચે પણ ઓનલાઈન બેકિંગની સુવિધાથી લોકોમાં રાહત રહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટીએમ, ગુગલ પે, ફોન પે અને પૈસા ભરવા તથા એન્ટ્રી પાડવાના મશીનનો ઉપયોગ

પાટણ શહેરમાં બીજા દિવસે શુક્રવારે પણ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ હોવા છતાં લોકો દ્વારા બેંકમાં કરવાના જરૂરી કામો બેંકની બહાર આવેલ એટીએમ સેન્ટરમાં જ ઓનલાઇન બેન્કિંગમાં પૈસા ઉપાડવા તેમ જ ભરવા અને પાસબુકમાં એન્ટ્રી કરવા સુધીનાં કામો કરતા જોવા મળ્યા હતા. તેમજ મોટા ભાગે લોકો ફોન પે, ગુગલ પેથી મોબાઈલ મારફતે ટ્રાન્જેક્શન કરતા તેમના સામાન્ય કામો અટક્યાં ન હતાં. ઓનલાઈન બેકિંગના કારણે હડતાળને લઈ લોકોને પડનાર મુશ્કેલીઓ કંઈક અંશે હળવી બની હતી.

પાટણ શહેરમાં રાષ્ટ્રીયકૃત તમામ બેંકો શુક્રવારે બીજા દિવસે બંધ હોય લોકો નાણાકીય વ્યવહાર માટે અટવાઇ પડયા હતા. પરંતુ ઓનલાઇન બેન્કિંગ સુવિધા શરૂ હોઈ તેમજ તમામ એટીએમમાં પૈસા પૂરતા પ્રમાણમાં ભરેલા હોય બીજા દિવસે શુક્રવારે પણ શહેરમાં પૈસા માટે લોકોને અગવડ પડી ન હતી. વહેલી સવારે ચતુર્ભુજ બાગ પાસે આવેલ મુખ્ય એસબીઆઇ બેન્ક ,રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ એચડીએફસી, આઈડીબીઆઈ, હિંગળાચાચર ચોક ખાતે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે કોઈ ભારે ભીડ જોવા મળી ન હતી.

લોકો એટીએમમાં જ પૈસા ઉપાડવા સહિત સેલ્ફ મશીનમાં પાસબુકમાં એન્ટ્રી તેમજ પૈસા ભરવા સહિતના કામો કરતા જોવા મળ્યા હતા. તો નાણાકીય વ્યવહાર માટે ગુગલ પ્લે અને ફોન પે ના ઉપયોગ થકી પૈસા ટ્રાન્સફરના વ્યવહારો કરતા જોવા મળ્યા હતા. પેટ્રોલ પંપ, મોટી પેઢીઓ તેમજ મોટા નાણાંકીય વ્યવહાર કરતા લોકોને બેંકો બંધ રહેતાં પૈસા ભરવા અને ઉપાડવા માટે કોઈ વિકલ્પ ના હોય મુશ્કેલીમાં મુકાયા હતા. ઘણા બેંક એ.ટી.એમ શુક્રવારે કેશલેસ થયેલા હોઇ ગ્રાહકોને ફેરો પડ્યો હતો. હવે શનિવારે બેંક ખુલતા જ ગ્રાહકોનો કામકાજ માટે ઘસારો વધશે.

અન્ય સમાચારો પણ છે...