કોરોના અસર:ડાંસ ક્લાસમાં તાલીમ લીધી પણ શેરી ગરબા રમીશું : ખેલૈયા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરના ક્લાસમાં સંખ્યા ઘટવાથી ચાર્જ રૂ. 1200થી ઘટી 1000 થયા

નવરાત્રિ પર્વ હવે નજીક આવી રહ્યું છું ત્યારે શહેરમાં ખેલૈયાઓ છેલ્લા બે-ત્રણ માસથી ગરબા રમવાની પ્રેક્ટીસ કરી રહ્યા છે. આ વખતે કલબ અને પાર્ટી પ્લોટના ગરબા થવાના નથી તેની અસર અસર પડી છે તેમ છતાં પૈસા ખર્ચીને તાલીમ લીધી હોવાથી હવે શેરી ગરબામાં આનંદ માણીશું તેવી પ્રતિક્રિયા ખેલૈયાઓ દ્વારા આપવામાં આવી રહી છે. કોરોના કેસ બંધ થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવે તે પહેલાં જ શહેરમાં પાંચથી છ સ્થળોએ ગરબાના સ્ટેપના ક્લાસ શરૂ થઈ ગયા હતા. બે કલાક સુધીની બેન્ચો ચાલી રહી છે જેમાં હવે ફાઇનલ ફંકશન પૂર્ણ થવામાં આવી રહ્યા છે.

ક્લાસમાં સંખ્યા ઘટી સાથે ચાર્જ પણ ઘટયા
પાટણમાં ચાલતા સ્ટેપ ક્લાસમાં કોરોના અગાઉ સામાન્ય સંજોગોમાં 200 થી 300 જેટલી સંખ્યા રહેતી હતી ચાલુ સાલે 150 આસપાસ ખેલૈયા જોવા મળ્યા હતા. અગાઉના વર્ષમાં એક વ્યક્તિનો ચાર્જ રૂ. 1200 થી વધારે રહેતો હતો આ વખતે રૂ.1000 આસપાસ લેવાયો હતો તેમાં ઘટાડો થયો હતો.

શેરી ગરબામાં જ રમવાનો આનંદ લેવો પડશે
પ્રોફેશનલ ધોરણે ચલાવવામાં આવતા ડાન્સ ક્લાસીસમાં તાલીમ પામેલ સ્વાતિ ઠક્કરે જણાવ્યું હતું કે ક્લાસમાં 10થી 12 પ્રકારના સ્ટેપ શીખવવામાં આવે છે જેમાં સૌથી ઓછા 24 અને વધુમાં વધુ 48 સ્ટેપ ઉપરાંત કપલ ડાન્સ શીખવામાં આવી રહ્યા છે. અન્ય એક યુવક મહેશ પટેલ એ જણાવ્યું કે કોરોના કેસ બંધ હતા એટલે આ વખતે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા મળશે તેવી આશા સાથે અમે તૈયારીઓ કરી હતી પરંતુ હવે શેરી ગરબામાં જ રમવાનો આનંદ લેવો પડશે.

ટ્રેડિશનલ ડ્રેસ પાછળ હવે વધારે ખર્ચ નહીં કરીએ
સામાન્ય સંજોગોમાં નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા નવા ચણીયા ચોળી, યુવકો માટે કેડિયા અને સાફા ટોપી જેવા અન્ય ડ્રેસ મટીરીયલ ખરીદવામાં આવતા હતા. પરંતુ ચાલુ સાલે કલબ અને પાર્ટી પ્લોટના ગરબા નહીં હોવાના કારણે આ ખર્ચ અમે નથી કરવાના. ઈચ્છા હશે તો ભાડેથી લાવી દેશું તેમ મીનલ પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...