તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Even After The Lockdown In Patan GIDC Eased, The Situation Is Like A Lull, It Closes In The Morning And In The Afternoon Due To Lack Of Buyers.

લોકડાઉન 4 ઇફેક્ટ:પાટણ GIDCમાં લોકડાઉન હળવું થયા પછી પણ સુનકાર જેવી સ્થિતિ, ખરીદનારાઓ ના અભાવે સવારે ખુલ્લી બપોરે બંધ થઈ જાય છે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જીઆઇડીસીમાં વર્ષો અગાઉ સબમર્સીબલ પ્રોડક્શન પણ થતું હતું પરંતુ હાલમાં સમ ખાવા પૂરતી પાંચ સાત  ઉધોગો ઉત્પાદકીય ચાલી રહ્યા છે તેમાં પણ કોરોના lockdown ના પગલે બંધ જેવી હાલત સર્જાય છે મંગળવારે જીઆઇડીસી સંકુલમાં સુનકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.

જીઆઈડીસીમાં પાણી માટેની  રબરની  પાઈપ બનાવતા આરજુ એગ્રો પાઇપ ઇન્ડસ્ટ્રીઝના મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યા મુજબ જીઆઇડીસીમાં અંદાજે 40 જેટલા પ્લોટ આવેલા છે પરંતુ કેટલાક વર્ષોથી બંધ છે હાલમાં રોડ ઉપર આવેલ બે-ત્રણ માર્બલ ટ્રેક્ટર એજન્સી છકડા શોરૂમ વગેરે  સેવા પ્રકારના  વ્યવસાય ઉપરાંત  ઉત્પાદકીયમાં  મિનરલ વોટર  અમારી પાઇપ ફેક્ટરી  રોટાવેટર  એકમ  અને 2-3 જંકફૂડ જેવા એકમ ચાલી રહ્યા છે પરંતુ લોકડાઉનના પગલે બંધ જેવી હાલત છે. અમારે સુનકાર જેવી સ્થિતિ હોઈ ગેટ પણ બંધ રાખવા પડે છે. અત્યારે ફક્ત  ૨૦ ટકા  થાય છે.સવારે આઠથી બાર વાગ્યે બંધ કરી દેતા હોઇએ છીએ. અમારે ત્યાં પહેલા 450 કિલો માલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું જે હાલે બિલકુલ ઠપ છે. કારણ કે ખરીદી માટે ખેડૂતો આવી રહ્યા નથી.   મજુર વર્ગને ગામડાથી  અપડાઉન કરવા સાધન  નથી   એસટી બસ તેમજ શટલિયા  ગાડીઓ બંધ છે.  ગ્રાહકોને તેમજ મજુરી કરતા વર્ગને પ્રાઈવેટ સાધનો ખર્ચ કરીને આવવું પડતું હોય છે એવું કારીગર નાયતાના ઠાકોર જીગ્નેશે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...