નિષ્ફળ:આચારસંહિતા બાદ પણ વારાહીમાં દીવાલો પર રાજકીય પક્ષના નિશાન હટાવવામાં તંત્ર ઉદાસીન

વારાહી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારાહીમાં ઠેર ઠેર રાજકીય પક્ષોના નિશાન હટાવવા આવ્યા નથી. - Divya Bhaskar
વારાહીમાં ઠેર ઠેર રાજકીય પક્ષોના નિશાન હટાવવા આવ્યા નથી.

પાટણ જિલ્લાના આચારસંહિતા લાગુ થયા બાદ પણ સાંતલપુર તાલુકા મથક વારાહી ખાતે ઠેર ઠેર રાજકીય પક્ષોના નિશાન દીવાલો પર ચીતરેલા જોવા મળતા હતા.જેમાં બસ સ્ટેશન પાસે આવેલ હાઈસ્કૂલની દીવાલ પર તથા બજારમાં આવેલ પશુ દવાખાનાની બહારના વરંડા ની દીવાલ ઉપર તેમજ બેન્ક ઓફ બરોડાની બાજુમાં આવેલ દુકાનોની દીવાલો સહિત ગામમાં અન્ય જગ્યાએ પણ રાજકીય પક્ષના નિશાન જોવા મળતા હતા.તાલુકામાં આચાર સંહિતા નો અમલ કરાવવાની જવાબદારી મદદનીશ ચુંટણી અધિકારી તરીકે મામલતદારની હોય છે પરંતુ વારાહી ખાતે દીવાલો પર ચીતરેલા રાજકીય પક્ષના નિશાનો દૂર કરાવવામાં નિષ્ફળતા સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...