તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પાટણમાં સેગ્રીગેશન પ્લાન્ટ શરૂ કર્યા પછી પણ 80 ટકા કચરો ડમ્પિંગ સાઈટ પર નાખવો પડે તેવી સ્થિતિ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા તૈયાર કરેલા પ્લાન્ટમાં માત્ર સેગ્રીગેશન કામગીરી થઇ રહી છે. ખાતર બનાવવાનું ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાંથી ઘન કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટમાં હાલમાં માત્ર સેગ્રીગેશન કામગીરી થઇ રહી છે. ખાતર બનાવવાનું ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી, ત્યારે પ્લાન્ટ શરૂ કર્યા પછી પણ 80 ટકા કચરો માખણીયા ડમ્પિંગ સાઈટ ઉપર નાખવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું જ્યારે આગામી વર્ષ સુધી જૂનો કચરો નિકાલ કરવાની સૂચના છે.

નગરપાલિકા દ્વારા પાછલા ઘણા વર્ષોથી માખણીયા તળાવ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ બનાવેલી છે અને ત્યાં શહેરનો કચરો રોજેરોજ નંખાઈ રહ્યો છે જ્યાં અત્યાર સુધીમા કચરાનો જમાવડો થતાં રાજ્ય સરકાર દ્વારા 2022 સુધીમા તમામ જૂનો કચરો નિકાલ કરેવા નગરપાલિકાને સુચના આપલી છે ત્યારે પાલિકા દ્વારા કચરાનું વર્ગીકરણ કરી ખાતર બનાવવાનો સેગ્રીગેશન પ્લાન્ટ જીયુડીસી મારફતે તૈયાર કર્યો છે , તાજેતરમાં તે ચાલુ કર્યો છે.જિલ્લા કલેકટર અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ તેની મુલાકાત લેવામાં આવી હતી પરંતુ હાલમાં માત્ર 15 ટકા કામગીરી જ થઇ રહી છે જ્યારે બાકીનો કચરો ડમ્પિંગ સાઇટ ઉપર નાખવો પડે તેવી હાલત છે.

આ અંગે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ પાલિકા સત્તાધીશોને કલેકટર દ્વારા સાદો અને પ્લાસ્ટિકનો કચરો અલગ અલગ રીતે પ્લાન્ટ ઉપર લાવવા માટે સુચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્વચ્છતા શાખાના સૂત્રોએ જણાવ્યા મુજબ જૂનો કચરો નિકાલ કરવાની સૂચના સરકારની છે અને તેને લઈ ખાતરનો પ્લાન્ટ પ્લાન્ટ ચાલુ થયો છે, જેમાં કચરાનું વર્ગીકરણ થઈ રહ્યું છે. કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી હવે પછી ટૂંક સમયમાં શરૂ થશે. સાદો અને પ્લાસ્ટિક કચરો અલગ કરવાની કામગીરી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...