તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત અટવાઈ:પાટણ નગરપાલિકાની સામાન્ય સભાના એક મહિના પછી પણ વિપક્ષને પુરા ઠરાવ ન મળ્યા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપક્ષ વિપક્ષે વાંધો આપ્યો હતો, હજુ સુધી ઠરાવ ન મળતાં પ્રાદેશિક સ્તરે રજૂઆત અટવાઈ
  • સામાન્ય સભાના મંજૂરીના નિર્ણયોને મ્યુનિસિપલ કમિશનરમાં પડકારવાની મુદત પણ વિતી ગઈ

પાટણ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાયા બાદ તેના નિર્ણયો અંગે ઠરાવ લખવામાં ખૂબ જ વિલંબ કરાતો હોવાની અગાઉથી ફરિયાદો રહે છે. જે મુજબ ગત 28 જુલાઇની સામાન્ય સભામાં 115 કામો ચર્ચામાં લેવાયા હતા.

જેમાં મોટા ભાગના કામો સત્તા પક્ષ દ્વારા ચર્ચા વગર મંજુર કરી દેવાતાં સફાઈ કામદારોને લગતા એક માત્ર કામને બાદ કરતા બીજા કામો અંગે સામાન્ય સભામા અપક્ષ સભ્ય ડો. નરેશ દવે અને વિપક્ષ નેતા ભરત ભાટિયાએ વાંધો અને વિરોધ દર્શાવી સભાના નિર્ણયોને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પડકારવા જણાવ્યું હતું.

વિપક્ષ દ્વારા ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અપક્ષ સભ્ય ડો. નરેશ દવેએ જણાવ્યું હતું કે અમે 27 ઠરાવ માગ્યા હતા પરંતુ ચીફ ઓફિસર દ્વારા આજની તારીખ સુધી પૂરેપૂરા ઠરાવ મળ્યા નથી. એકાદ-બે શાખાના બે ઠરાવ મળી શક્યા નથી.

ઠરાવ ન મળતાં કાર્યવાહી પડકારી ન શકાઈ
તત્કાલીન વિપક્ષ નેતા ભરત ભાટિયાએ જણાવ્યું કે સામાન્ય સભાના 28 દિવસમાં અમારે ચેલેન્જ કરી દેવાની હોય છે પરંતુ અમને ઠરાવ પૂરેપૂરા મળ્યા નથી હજુ બે ઠરાવ બાકી છે. ચીફ ઓફિસર પાસે કાલે ઠરાવ માગ્યા હતા તેમણે આજે આપવાનું કહ્યું છે પરંતુ સમયસર ન મળતા અમે ચેલેન્જ કરી શક્યા નથી. આ અંગે પાલિકાના વલણ અંગે કલેકટરને રજૂઆત કરીશું.

અન્ય સમાચારો પણ છે...