તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું નિકંદન:પાટણમાં લીલાછમ ખીજડો વૃક્ષોના લાકડા ભરેલું ટ્રેક્ટર પર્યાવરણવિદે પકડી વન વિભાગને સોંપ્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મફતમાં ઓક્સિજન આપતા લીલાછમ વૃક્ષો કપાતા પર્યાવરણવિદમાં રોષ

ગતરોજ સાંજે સાત વાગ્યે પાટણ સિદ્ધપુર હાઇવે રોડ પર લીલાછમ ખીજડોના વૃક્ષો કાપેલું એક ટ્રેક્ટર પાટણના જાગૃત નાગરિક અને જાણીતા પર્યાવરણવિદ નિલેશ રાજગોર દ્વારા પકડી જિલ્લા વન અધિકારીને સોંપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ખીજડો એ પ્રતિબંધિત વૃક્ષ છે જેને કાપી શકાતું નથી અને વળી ખીજડોના વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે ત્યારે આમ સરેઆમ લીલાછમ વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ પાટણ જિલ્લામાં ચાલી રહી છે. કોરોનામાં લોકો ઓક્સિજનના અભાવે રોજે રોજ મરી રહ્યા છે ત્યારે આ રીતે સરેઆમ બેરોકટોક વૃક્ષો કાપવાની પ્રવૃત્તિઓ પર વનવિભાગ અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ એવી લોકમાંગ ઉઠવા પામી છે.

નિલેશ રાજગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવા પ્રદુષણથી ભારતમાં 12 લાખ લોકો દર વર્ષે મરી રહ્યા છે અને દેશનું એક પણ નગર એવું નથી કે જેની હવા પ્રદુષિત અને ઝેરી ના હોય ત્યારે પ્રદુષણનું શોષણ કરતાં એક માત્ર વૃક્ષો જે ઓક્સિજન સહિત અનેકવિધ રીતે ખૂબ જ ઉપયોગી છે તેને કોઈપણ ભોગે બચાવવા જોઈએ અને નવા વૃક્ષો વાવીને ઉછેરવા જોઈએ તથા પ્રકૃતિનું નિકંદન નિકાળતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરકારે તાત્કાલિક અટકાવવી જોઈએ અને પ્રજાએ જાગૃત બની વનવિભાગ અને કલેકટરને ફરિયાદો કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...