પાટણ શહેરમાં રેલવે ફાટક નં.41-એ પર રેલવે ઓવરબ્રીજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે કેટલાક ડાયવર્ઝન આપવા માટે પોલીસ અધિક્ષકની દરખાસ્ત મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પાટણ શહેરના નાગરિકો તરફથી જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીને રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆત મુજબ અવાર નવાર પાટણ શહેરમાંથી પસાર થતા રેતી ભરેલા ડમ્પર તથા મોટા ટ્રક વાહનોથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પાટણ શહેરમાંથી પસાર થતા ભારે વાહનોનું નિયમન કરવાની તાતી જરૂરીયાત થતા જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર પાટણ શહેરમાં સવારે 06.00 વાગ્યાથી રાત્રે 09.00 વાગ્યા દરમિયાન ભારે વાહનો પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તા.23.09.2023 સુધી આ જાહેરનામું અમલી રહેશે. પાટણ શહેરમાં શિહોરી ત્રણ રસ્તા તરફથી આવતા સુજનીપુર રોડથી સીટીમાં આવતા ભારે વાહનોથી સ્થાનિક રહીશોને અડચણ ન પડે તથા ભારે વાહનોના કારણે શહેરના રોડ તુટવાની તેમજ ક્ષતિયુક્ત થવાની સંભાવના હોવાથી જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,1951ની કલમ-33(1)(ખ) થી મળેલ સત્તાની રૂએ આમુખ-1ના જાહેરનામામાં ભારે વાહનો (રેતી ભરેલા ડમ્પર,મોટા ટ્રક) માટે નીચે મુજબના રસ્તાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.