નરેશ પટેલનું સન્માન:ખોડલધામના પ્રણેતાને આવકારવા પાટણ જીલ્લાના પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સમાજ ના અગ્રણીઓ દ્વારા નરેશભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યુ
  • નરેશભાઇ પટેલે તમામ વર્ગ ના લોકો ખોડલધામ મંદિર ના પાટોત્સવ માં પધારવા આમંત્રણ આપ્યું

પાટણ - ઊંઝા રોડ પર હાસાપુર નજીક આવેલા ખોડાભા હોલ ખાતે કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ના પાંચમા પાટોત્સવ પ્રસંગેશ્રી ખોડલધામ મંદિર ના પ્રણેતા નરેશભાઈને પટેલ પાટણ જિલ્લા ના વિવિધ સમાજ ના લોકો ને આમંત્રણ આપવા માટે ખાસ હાજર રહ્યા હતા અને તમામ લોકો ને પાટોત્સવ માં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું . ત્યારે વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા નરેશ ભાઈ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું . રાજકોટ ના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ના પાંચમા પાટોત્સવ પ્રસંગે શ્રી ખોડલધામ મંદિર ના પ્રણેતા નરેશભાઈ પટેલ ના ઉત્તર ગુજરાત ના લોકો ને આ પાટોત્સવ માં હાજરી આપી માતાજી ના દર્શન કરવા માટે ભાવ ભર્યું આમંત્રણ આપવા માટે નીકળ્યા છે ત્યારે સવારે મહેસાણા જિલ્લા ની મુલાકાત બાદ નરેશભાઈ પટેલ સાંજે પાટણ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો . જ્યાં તેવો પ્રથમ સંડેર ગામ માં સંડેરી માતાજી ના મંદિર માં જઇ ને માતાજી ના દર્શન કર્યા હતા .અને પછી પાટણ ખાતે ના ખોડાભા હોલ ખાતે જાહેર કાર્યક્રમ માં સાંજે હાજરી આપી હતી . કાર્યક્રમ ની શરૂઆત માં હેલિકોપ્ટર દૃર્ઘટના માં શહિદ થયેલા વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ બાલિકા ઓ દ્વારા ગરબા પ્રસ્તુત કરી સન્માન કરવામાં આવ્યું હતું .ત્યારબાદ દરેક સમાજ ના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાજર રહી ને નરેશભાઈ નું સાફો ,તલવાર પટોળા ,રાણી ની વાવ ની સ્મૂતી ,ફુલહાર સહિત ની મોમેન્ટો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું .

નરેશ પટેલ જણાવ્યું હતું કે માત્ર લેઉવા અને કડવા પાટીદારો જ નહીં સૌ પોતાનું ઘર માનીને ખોડલધામમાં પાટોત્સવમાં પધારજો તેવી મારી નમ્ર અપીલ છે તેમ સૌરાષ્ટ્રના ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ પાટણ ખાતે ખોડાભા હોલના પટાંગણમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ સમાજના લોકોને કરી વિનંતી કરી હતી તેમણે જણાવ્યું કે સમગ્ર સમાજ માટે કંઇક કરવાની ભાવનાથી ખોડલધામ ની સ્થાપના કરી હતી અને તેણે 17 સ્થળે સમાધાન પંચ બનાવ્યા છે સંગઠન હું કર્યું છે ૨૦૧૦થી ઘણા પ્રકલ્પો કર્યા છે અને તેઓ ખોડલધામ રાષ્ટ્રને અર્પણ કરી ચૂક્યા છીએ તેમ જણાવી તેમણે કહ્યું કે નરેશભાઈ નહીં હોય ત્યારે પણ સંસ્થાઓ પેઢીઓ સુધી ચાલવાની છે તેને યુવાનોએ આગળ વધારવાની છેઆજના કાર્યક્રમ માં બે થી ત્રણ હજાર લોકો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં ઊંઝા ઉમિયા ધામ ના મોહનભાઈ પટેલે કડવા અને લેઉવા નહીં બધા સમાજોએ સન્માન કર્યું તે બહુમૂલ્ય ગણાવ્યું હતું કાર્યક્રમમાં અલગ-અલગ સમાજો જ્ઞાતિ ના મંડળો અને પ્રતિનિધિઓએ નરેશભાઈ પટેલ નું સ્વાગત કર્યું હતું જેનાથી તેઓ પ્રભાવિત હતા.

શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લાના કન્વીનર હાર્દિક પટેલે કર્યું હતું જ્યારે અંતમાં આભાર વિધિ પાટણ નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઇ પટેલે કરી હતી હાર્દિક પટેલે 2022 મહોત્સવમાં પાટણ જિલ્લાને કોઈ જવાબદારી આપવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે નરેશભાઇ પટેલ અને તેમના સાથી મિત્રોનું પટોળા ની ભેટ આપીને સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું જિલ્લા કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા મુજબ આઠ પટોળા સન્માન માટે લાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પાટીદાર સમાજ ના અગ્રણીઓ દિનેશભાઇ ,ગોપાલભાઈ રૂપપરા ,બકુલભાઈ સોરઠીયા ,મનોજભાઈ સાકરિયા ,ભરતભાઇ લોદર ,મનસુખભાઇ વેકરિયા ,હસમુખભાઈ ,પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ , સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ,પાટણ જિલ્લા ખોડલધામ સમિતિ ના કન્વીનર હાર્દિક પટેલ સહિત ના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...