તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Enthusiasm Among The People To Celebrate The Birth Anniversary Of Lord Krishna In Patan, The Atmosphere Of Buying Decorations In The Markets

ખરીદી:પાટણમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ, બજારોમાં શણગારની ખરીદીનો માહોલ જામ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચીન કાળની પ્રણાલી મુજબ હરખ અને બાધા માનતાના કાનુડાના ઉત્સવને ઉજવવાની તૈયારીઓ કરાઇ ઓતિયા પરિવાર દ્વારા માટીના કાનુડા તૈયાર કરાઈ રહ્યા છે

જગત જેનામાં જીવે છે અને અને જેના ચરણમાં સમાઇ જાય છે તેવા સમગ્ર સૃષ્ટિના પાલનહાર -પ્રેમસ્વરુપ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા પાટણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે .

ભગવાનના બાલસ્વરૂપને શણગારવા માટેની સાધન સામગ્રી ખરીદવા શહેરની બજારોમાં મહિલાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. કૃષ્ણલલ્લાના જન્મોત્સવની તૈયારીઓની ઘડીઓ હવે ગણાઈ રહી છે. શહેરના પ્રાચીન અને અર્વાચીન કૃષ્ણ મંદિરોમાં અને વૈષ્ણવોના ઘરમાં કાનાના જન્મોત્સવની તૈયારીઓને અંતિમ સ્વરુપ અપાઈ ચુક્યુ છે સોમવારની મધ્યરાત્રિએ કાનાના બાળસ્વરુપનું પારણું ખૂલાવવાની અધીરાઈ સૌ કોઇના હૈયામાં હોય છે.

અચરજની વાત તો એ છે કે, દેશના લોકો વિવિધ દેવી દેવતાઓને માને છે. દરેકના આરાધ્યદેવ જુદા જુદા છે, પરંતુ જ્યારે કૃષ્ણની વાત આવે છે. ત્યારે સૌના ચહેરા પર નિર્દોષ સ્મિત કરી જાય છે. કાનુડો સૌનો પ્યારો છે માટે સમગ્ર વિશ્વ તેનામાં પ્રેમ સ્વરુપના દર્શન કરે છે.

કૃષ્ણ જન્મોત્સવને વધાવવા પાટણ શહેરની બજારોમાં ભગવાનના આભુષણો - વસ્ત્ર અલંકાર, મુગટ, પારણું, વાંસળી સહિતની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આમ સમગ્ર ભારત વર્ષમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઓતિયા પરિવાર દ્વારા બાધા, માનતાના માટીના કાનુડા તૈયાર કરાઈ રહ્યા છે
કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વને અનુલક્ષીને પાટણમાં પ્રાચીનકાળથી પરીવારોમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરીવારોમાં હરખના કાનુડાઓની મૂર્તિ ઘરે લાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજાઅર્ચના અને ભજનકીર્તન કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ઓતીયા કારીગરો દ્વારા પરીવારમાં ઉજવાતા બાધા માનતાના કાનુડા માટે પાટલા ઉપર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં પુત્રજન્મની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરીવારજનો પાટલા ઉપર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા અર્ચના કરશે તો મહિલાઓ કાનુડાના ગરબે ઘુમી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે.

તોશ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાટલા ઉપર પધરાવેલા કાનુડાની માટીની મૂર્તિઓને વાજતે ગાજતે જળમાં પધરાવી હરખના કાનુડા ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે. આમ જન્માષ્ટમી પર્વને વધાવવા બાધા માનતા અને હરખના કાનુડાની પધરામણી કરવા પરીવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...