તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેસન યુનિટ વિભાગના ઇજનેરી કર્મીઓનો કાળી પટ્ટી સાથે વિરોધ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના 12 ઈજનેરનો પડતર માંગણીઓ સાથે દેખાવ
  • બુધવારે જિલ્લામાં કાળી પટ્ટી ધારણ કરી ઈજનેરોએ કામગીરી ચાલુ રાખી

જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેસન યુનિટ વિભાગના ઇજનેરી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ લાંબા સમયથી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા સોમવારથી સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરાયું હતું. ત્યારે આંદોલનના આરંભના ભાગ રૂપે કર્મચારીઓ હાલમાં હડતાળ પર ન ઉતરી ચેતવણીના ભાગ રૂપે ફરજ પર કાળી પટ્ટી બાંધી કામગીરી કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ કોલેજ સહીત જિલ્લામાં કુલ 12 જેટલા ઈજનેર કર્મચારીઓ ફરજ બજાવે છે. તેઓ તેમના એસોસિએશન સાથે મળી આંદોલનમાં જોડાયા છે. આગામી સમયમાં સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો તબક્કાવાર એસોસિએશન નક્કી કરે તે કાર્યક્રમ કરી વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...