સત્તા પહેલાં સમજો સમસ્યા:રોજગારલક્ષી વિકાસ , પશુ ઓ અને ટ્રાફિક સમસ્યા દૂર થાય તેવી અપેક્ષા...

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમે વિકાસ થવાની અને સુવિધા મળવાની આશાએ ખોબલે ખોબલે મત આપીને તમને ધારાસભ્ય બનાવ્યા છે. હવે અમારી સમસ્યાઓ દૂર થવાની અપેક્ષા પૂરી કરીને અમારાં મન પણ જીતો એવી અપીલ

પાટણ જિલ્લાની 4 વિધાનસભા મતવિસ્તારના રહીશ પાસેથી ‘દિવ્ય ભાસ્કર’એ મુખ્ય સમસ્યાઓ જાણી. રહીશોએ સમસ્યાઓ જણાવવા સાથે ધારાસભ્યો પાસેથી તેનો ઉકેલ લાવવાની લાગણી પણ વ્યક્ત કરી છે. લોકોની આ સમસ્યાઓને અમે ધારાસભ્યો સુધી પહોંચાડીશું અને તેના નિકાલની સમયમર્યાદા પણ જાણીશું તથા પ્રસિદ્ધ કરીશું. સાથે જ એ સમયમર્યાદાનો ટ્રેકરેકોર્ડ રાખીને સમસ્યા દૂર કરવાનું પ્રગતિપત્રક પણ પ્રસિદ્ધ કરીશું.

પાટણ

  • પાટણમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસ થવો જોઈએ.{ પાટણ શહેરમાંથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ અને પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ.{પાટણ શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ
  • ચોમાસામાં પાટણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા હલ થવી જોઈએ.
  • પાટણ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળવો જોઈએ.

સિદ્ધપુર

  • સિદ્ધપુર સરસ્વતી નદી જીવંત કરવી જોઈએ જેથી લોકો વહેતી નદીમાં તર્પણ કરી શકે.
  • સિદ્ધપુરમાં કાકોશી ફાટક પર અને સિદ્ધપુર રેલવે સ્ટેશન પર અધુરા બ્રિજનું કામ પૂર્ણ થવું જોઈએ .
  • સિદ્ધપુરમાં રખડતા પશુઓની સમસ્યા દૂર થવી જોઈએ તેમજ બિંદુ સરોવર અને માધુપાવડીયા ઘાટ પર બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવી જોઈએ તેમજ ગંદકી દૂર થવી જોઈએ.

ચાણસ્મા

  • { વાગોસણ પાસે મંજૂર થયેલી જીઆઇડીસી ઝડપથી કાર્યરત થાય અને તેમાં રોજગારલક્ષી ઉદ્યોગો સ્થપાય.
  • {ચાણસ્માથી રાધનપુર ને જોડતી રેલ્વે લાઈનનો પ્રોજેક્ટ સ્થાપી કચ્છ સાથે કનેક્ટિવિટી જોડવામાં આવે.
  • { હારિજ, સમી, ચાણસ્મા વિસ્તારમાં નર્મદાના પાણીથી વંચિત ગામોને સિંચાઈનો લાભ મળે તે માટે પાણીની સુવિધા ત્વરીત પૂરી પાડવી જેથી પ્રાથમિક સુવિધાનો લાભ મળે .

રાધનપુર

  • રાધનપુર શહેરમાં પટણી દરવાજાથી હાઇવે અને મીરા દરવાજા થી હાઇવે સહિતના વિવિધ ખરાબ રસ્તાઓનું નવીનીકરણ થવું જોઈએ.
  • રાધનપુર શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે જે સમસ્યા હલ થવી જોઈએ.
  • રાધનપુર શહેરના અનેક વિસ્તારમાં અઠવાડિયામાં એક જ દિવસ પાણી આવે છે જે નિયમિત મળવું જોઈએ.
  • સાંતલપુરનો ચોરાડ વિસ્તાર,વઢિયાર અને નદીકાંઠાના ગામો ઉનાળો આવતાં મુશ્કેલી અનુભવે છે પાણીની સમસ્યા હલ થવી જોઈએ.
  • આ વિસ્તારમાં ઔધોગિક વિકાસની ઝંખના છે. કોઇ ઉધોગ નથી. મોટી GIDC મંજૂર કરી રોજગારની તકો ઉભી કરવી જોઇએ.
  • સમી સાંતલપુરને અડીને આવેલ રણમાં મીઠા ઉધોગ માટે પ્રોત્સાહન યોજના, અગરિયાના પ્રશ્નો ઉકેલવા જોઈએ.
  • સાંતલપુર વારાહી રાધનપુરની હોસ્પિટલમાં દવાઓ સાધનો સ્ટાફ નથી.
  • આ વિસ્તારમાં રાધનપુર સિવાય કોલેજ નથી. મફત શિક્ષણ આપતી બધી ફેકલ્ટીના કોર્સ માટે કોલેજો આપવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...