જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રિન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, ઈમેઈલ આઈડી.
તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે લાવવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. જેમાં 6 ઓગસ્ટે તાલુકા પંચાયત કચેરી, હારીજ, 9મીએ ગ્રામ પંચાયત કચેરી સમી,12મીએ તાલુકા પંચાયત કચેરી સિદ્ધપુર, 14મીએ તાલુકા પંચાયત કચેરી ચાણસ્મા, 17 મીએ ગ્રામ પંચાયત કચેરી, સાંતલપુર, 22મીએ તાલુકા પંચાયત કચેરી રાધનપુર અને 29 ઓગસ્ટે ગ્રામ પંચાયત કચેરી, વારાહી ખાતે કેમ્પ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.