તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ રાણકીવાવ પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 એમ્બ્યુલન્સમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની સેવાઓને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સર્વશ્રેષ્ઠ જીવનરક્ષકનો એવૉર્ડ મહેસાણા જિલ્લાના બે ઈએમટી અને પાઇલોટને એનાયત કર્યા હતા
ઉપરાંત 108ના સ્ટાફને પ્રામાણિકતા માટે પણ ઓનેસ્ટી 2 એવૉર્ડ આપ્યા જે બનાસકાંઠાના ફાળે ગયા હતા. 181 અભયમ મહિલા હેલ્પ લાઇનમાં શ્રેષ્ઠ કાઉન્સેલરનો એવૉર્ડ પાટણ જિલ્લાને એનાયત કર્યો હતો. ખિલખિલાટમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બનાસકાંઠાની ડીસા ખિલખિલાટની પસંદગી કરાઈ હતી.
આ પ્રસંગે રાણકી વાવ ખાતે ચેસ ટુર્નામેન્ટ પણ ખુલ્લી મુકવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના વિજેતા એમવીડી મહેસાણા, 108 મહેસાણા, 108 પાટણ, 108 શિહોરી રહ્યા હતા. આ ટુર્નામેન્ટ 25 મે સુધી ચાલશે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી શ્રેષ્ઠ ચેસ રમતવીર પસંદ કરીને તેને પ્રોત્સાહિત કરાશે. કાર્યક્રમમાં 108ના જ સ્ટાફ મિત્ર વિપુલભાઈએ રાણીનીવાવની ખૂબજ રસપ્રદ માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, બનાસકાંઠાના નીતિન ગોરાદર, નિખિલ પટેલ, દિવ્યરાજ બીહોલા, નરેશ પટેલ , મિલન જોશી, પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક અને ખિલખિલાટ કો ઓર્ડીનેટર શુશીલ પટેલ , યોગેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પાટણના મિલન જોશી અને મહેસાણાના નરેશ પટેલ દ્વારા કર્યું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.