વિરોધ:પાટણ જિલ્લા તિજોરી કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાયું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતાં કાળી પટ્ટી ધારણ કરી

ગુજરાત રાજ્ય હિસાબી સેવા કર્મચારી મંડળની સુચના અનુસાર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નિકાલ ન આવતા જિલ્લા તિજોરી કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધને મહામંડળની સાથે સંલગ્ન તમામ મંડળોએ ટેકો જાહેર કર્યો હતો.

આ વિરોધને પગલે આજે બુધવારે જિલ્લા તિજોરી કચેરી, પાટણના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો હતો. જેમાં પાટણ તિજોરી કચેરીના સ્ટાફના ભાઈઓ-બહેનો તથા કર્મચારી મહામંડળના લોકો અને ગુજરાત રાજ્ય હિસાબી સેવા મંડળના પાટણ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...