હડતાળ:પાટણ જિલ્લાની રાષ્ટીયકૃત બેંકોના કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉતર્યા

પાટણએક મહિનો પહેલા
  • બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં અંદાજે રૂ.ચાર હજાર કરોડથી વધુનું ક્લિયરન્સ ખોરવાઇ જશે

પાટણ જિલ્લા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ પર ઉતર્યાં છે. જેને લઈ ગુરુવારે પાટણ જિલ્લાની બેંકો બંધ છે અને બેંકની બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બેનર લાગ્યાં છે.

પાટણ શહેર સહિત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કો સરકાર બેંકોના ખાનગીકરણનો ખરડો લાવવા જઇ રહી છે, તેના વિરોધમાં બેંક કર્મચારીઓની આજથી બે દિવસીય દેશવ્યાપી હડતાળમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેંકોની 256થી વધુ શાખાઓના 2500 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. જેને લઈ પાટણ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ રહશે તેવા બોડ લગાવ્યા હતા. બેંકના કામ કાજ માટે આવતા લોકોને ધક્કો પડ્યો હતો.

હડતાળના કારણે બે દિવસ બેંકોનું કામકાજ ઠપ રહેવાથી ઉત્તર ગુજરાતમાં અંદાજે રૂ .4 હજાર કરોડથી વધુનું ક્લિયરન્સ ખોરવાઇ જશે. જોકે, ખાનગી બેંકો અને ગ્રામીણ બેંકો રાબેતા મુજબ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...