તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાટણ ભીલડી અને મહેસાણા રેલવે ટ્રેક પર વિદ્યુતિકરણનું કામ પુરજોશમાં

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 91 કિ.મી. ટ્રેક પર ખાસ ટ્રેન દ્વારા વિદ્યુતિકરણનું કામ ચાલી રહ્યું છે

પાટણ-ભીલડી અને પાટણ મહેસાણા વચ્ચેની 91 કિમી.ની રેલવે લાઈન પર અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે ઈલેકટ્રીફિકેશનનું કામ ઝડપભેર અને પુરજોશમાં ચાલી રહ્યુ છે.

અત્યારે પાટણના રેલ્વે આવેલા થાંભલાઓ પર રેલવે વિભાગનાં એન્જીનીચરો અને ઈલેકટ્રીક નિષ્ણાંતો ખાસ ટ્રેન અને સલુન તાંબાના વાયરો સાથે આવ્યા છે અને તેઓ રાત દિવસ અહી કામ કરીને ઝડપથી આખી લાઈનનું વિદ્યુતિકરણ કરીને પાટણ પરથી ઈલેકટ્રીક લાઈનો દોડતી થાય તેવા પ્રયત્નો રહી રહ્યા છે.

આ વિધૃતિકરણની કામગીરી પૂર્ણ થતાં જ બે ત્રણ માસમાં નિયમિતરૂપે ટ્રેનો દોડતી થશે તે પછી ગાડીની સ્પીડ પણ વધશે તથા આનાં લીધે પાટણથી પસાર થતી લાંબા રૂટની અનેક ટ્રેનો મળશે.

અન્ય સમાચારો પણ છે...