તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી વિજ ચોરીનો રૂ. 1.59 લાખ દંડ વસૂલ કરાયો

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિજ કંપનીની આઠ ટીમોએ ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી
 • વિજ બીલની રૂ. 1.14 લાખની રિકવરી, વિજ ચોરી કરાતાં મીટર જપ્ત

સાંતલપુર તાલુકામાં વીજ કંપની દ્વારા ટીમો બનાવી બાકી બીલની રિકવરી, વીજ ચોરીનો દંડ વસૂલવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આઠ જેટલી ટિમો બનાવી ગ્રાહકો પાસેથી બાકી બિલોની રિકવરી તેમજ વીજ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 1,59,000ની રકમ વીજ ચોરી કરતા ઈસમો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

વીજ બિલની 1,14,000 જેટલી બાકી રકમની રિકવરી કરવામાં આવી હતી. તેમજ બાકી બિલ ન ભરતા અને મીટરમા ચેડાં કરી વીજ ચોરી કરતા ઈસમો વિરૂદ્ધ મિટર જપ્તની કામગીરી કરવામાં આવી હતી. આગામી દિવસો અંતરિયાળ અને સાંતલપુર અને આસપાસના વિસ્તારોનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ બિલ વસૂલી અને વીજ ચોરી ને ડામવા માટે ની પ્રવુતિ ને અટકાવવા માટે પોલિસ પ્રોટેક્શન સાથે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું યુજીવીસીએલ કંપની સાંતલપુરનાના મિત્તલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો