ઇલેકટ્રિક વ્હિકલમાં આગ:પાટણની હીરા મોતી સોસાયટીમાં ઇલેકટ્રિક વ્હિકલમાં આગ લાગતા ભાગદોડ, ફાટર વિભાગે માંડ માંડ કાબુ મેળવ્યો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમા ઈલેક્ટ્રોનિક વ્હિકલમાં ચાર્જ કરતી સમયે આગ લાગવાના બનાવો બનતા હોવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ગતરાત્રે શહેરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની હીરા મોતી સોસાયટીમાં બનતા વિસ્તારના રહીશોમાં અફડા તફડી મચી જવા પામી હતી. આ બાબતે નગરપાલિકાનાં કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયાને જાણ થતાં તેઓએ તાત્કાલિક પાલિકાના ફાટર ફાઈટરને જાણ કરી ઈલેક્ટ્રીક વ્હિકલમાં લાગેલી આગ બુઝાવી જીઇબી દ્વારા વિજ સપ્લાય બંધ કરાવતાં સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

આ બાબતે ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે, શહેરના ટેલીફોન એક્સચેન્જની સામે કેનાલ રોડ ઉપર આવેલ હીરા મોતી સોસાયટીના મકાન નંબર 14 માં રહેતા ભરતભાઈ એમ પટેલ ચાણસ્મા વાળા એ પોતાના ઘરની બહાર પાકૅ ઇલેક્ટ્રિક વ્હિકલ ને ચાજૅ કરવા માટે રાત્રે મુક્યું હતું ત્યારે કોઈ કારણસર વ્હિકલ માં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેનાં કારણે રહિશો માં ફફડાટ સાથે અફડા તફડી મચી જવા પામી હતી ત્યારે રહિશો દ્વારા પોતાને ટેલીફોનીક જાણ તથા તેઓએ તાત્કાલિક પાટણ નગર પાલિકાના ફાયર વિભાગમાં વર્ધી આપી હતી. નગર પાલિકાનુ બાઉઝર લઈને કમૅચારીઓ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ને વ્હિકલ મા લાગેલી આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. તેમજ પાવર હાઉસ ને જાણ કરતા કમૅચારીઓ એ આવી વિજ સપ્લાય બંધ કરી દેતાં રહિશોએ હાસકારો અનુભવ્યો હતો આ બનાવમાં કોઈ જાન હાની થયેલ ન હોવાથી લોકો એ રાહત અનુભવી કોર્પોરેટર ભરત ભાટીયા સહિત પાલિકા તેમજ જીઇબીના કમૅચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...