સુવિધા:પાટણ-ભીલડી રેલવે ટ્રેક પર 90થી 120ની ઝડપે ઇલેક્ટ્રિક ટ્રેનો ડિસેબર સુધી દોડતી થશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાથી પાટણ 41 કિ.મીનું કામ પૂર્ણ થઈ ગયું, વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી છે

મહેસાણા - પાટણ - ભીલડીની 91 કિ.મીની રેલવે લાઈન પર ઇલેક્ટ્રોનિક ટ્રેન શરૂ કરવા માટે રેલવે વિભાગ દ્વારા વિદ્યુતિકરણ (ઇલેક્ટ્રોનિક લાઇન) નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 41 કિ.મી.ની લાઈનનું કામકાજ પૂર્ણ થયું હોય બાકીની કામગીરી પૂર્ણ થતાં ડિસેમ્બર માસના અંત સુધીમાં ઇલેક્ટ્રોનિક ટ્રેન દોડતી થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા - પાટણથી ભીલડી રેલવે લાઇન શરૂ થઈ ગઈ હોય હાલમાં ફક્ત ઈંધણ (ડીઝલ -કોલસા)થી ચાલતા એન્જિનની ગાડીઓ દોડી રહી છે. પરંતુ આ લાઇન પર હવે ઈલેક્ટ્રિક ગાડીઓ દોડે તે માટે મહેસાણા -પાટણ -ભીલડી રેલવે પ્રોજેક્ટમા ઈલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ પૂરજોશમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે.

જેમાં મહેસાણાથી પાટણ સુધીના 41 કિલોમીટરની ટ્રેક ઉપર ઈલેક્ટ્રીક લાઇન નાખવાનું કામ પૂરું થઇ ગયું છે અને હાલમાં પાટણથી ભીલડી લાઈનમાં 51 કિલો મીટર રેલવે ટ્રેક પર પાટણથી કાંસા વચ્ચે વિધુતિકરણનું કામ ચાલી રહ્યું છે. જેમાં રેલ્વે ટ્રેક ઉપર થાંભલાઓ પર રેલવે વિભાગનાં એન્જિનીયરો અને ઈલેકટ્રિક નિષ્ણાંતો ખાસ ટ્રેન અને કોચમા તાંબાના વાયરો સાથે રાખી 24 કલાક કામગીરી કરી રહ્યા છે. ડિસેમ્બર માસ સુધીમાં કામગીરી પૂર્ણ થતાં ટ્રેન દોડતી થશે તેવુ રેલવે વિભાગના સૂત્રો દ્વારા જણાવ્યું હતું.

લાંબા રૂટની ઘણી ટ્રેનો મળવાની શક્યતા
રેલવેના વિધૃતિકરણની કામગીરી પૂર્ણ થયા બાદ ડી.આર.એમ અને જી.આર.એમના ચેકીંગ બાદ સી.આર.એસ રિપોર્ટ તૈયાર કરી કામગીરી યોગ્ય હશે તો નિયમિતરૂપે ઈલેક્ટ્રિક ટ્રેનો શરૂ કરવા મંજૂરી આપવામાં આવશે. અંદાજે આ ટ્રેન 90થી 120 સ્પીડથી દોડશે. પાટણથી પસાર થતી લાંબા રૂટની અનેક ટ્રેનો મળવાની શક્યતા છે. જેથી ઉત્તર ગુજરાતના મુસાફરો ઝડપી મુસાફરી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...