મતદારયાદી સુધારણા કાર્યક્રમ:સિદ્ધપુરના નટપુરા વિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા સિદ્ધપુર તાલુકા ગણેશપુર ના નટપુરા વિસ્તાર ના યોગાજલિ પ્રાથમિક શાળામાં વિચરતા સમુદાય સમર્થન મંચના ઉપક્રમે વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં 18 વર્ષ ના ઉપરના વ્યક્તિ ના નવા ફોર્મ ભરવા મતદારકાર્ડ માં સુધારા વધારા કરવા માટે માહિતી સિદ્ધપુર મામલત કેપી ચૉધરી સાહેબે અને સુપરવાઈઝર કલ્પેશભાઈ સાહેબે માહિતી આપી હતીઅને vssm ના કાર્યકર મોહનભાઇ બજાણીયા એ માહિતી આપી હતી અને વિચરતી જાતિ નાલોકો ના પાયા ના પ્રશ્નો બાબતે મામલતદાર સાહેબે ને vssm કાર્યકર મોહનભાઇ ભાઈ એ રજુઆત કરી હતી

આ લોકો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે સિદ્ધપુર મામલતદાર કે.પી.ચૌધરી, નાયબ મામલતદાર રોનકબેન .અને blo સરસ્વતીબેન સુપરવાઈઝર કલ્પેશભાઈ અને વિચરતા સમુદાય સમર્થન મંચ પાટણ જિલ્લા ના કાર્યકર મોહનભાઇ, સામાજિક આગેવાન ઉષાબેન નટ. જૂજાભાઈ વાદી. તેમજ મોટી સંખ્યામા વિચરતી અને વિમુક્ત જાતિઓ ના પરિવારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...