પંચાયતોની ચૂંટણી:પાટણ જિલ્લાની સાત ગ્રામ પં.નું વિભાજન કરાયું હોઈ હાલ ચૂંટણી નહીં યોજાય

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાની પાંચ અને હછે. આ ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ સુધીમાં પૂર્ણ થાય છે પરંતુ વિભાજન થયું હોવાથી સાત ગ્રામ પંચાયતોની ચૂંટણી આ તબક્કામાં 19 ડિસેમ્બરે યોજાશે નહીં.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 31 માર્ચ સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી પાટણ જિલ્લામાં 177 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 29 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી 19 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. જેમાં પાટણ તાલુકા ની નવ, સરસ્વતી તાલુકાની 17, સિદ્ધપુર તાલુકા ની 23, ચાણસ્મા તાલુકા ની 13, હારીજ તાલુકા ની 12, સમી તાલુકા ની 26, શંખેશ્વર તાલુકા ની 15, રાધનપુર તાલુકા ની 38, સાંતલપુર તાલુકાની 24 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે.

પરંતુ તાજેતરમાં પંચાયત વિભાગ દ્વારા વિભાજન કરવામાં આવેલી સાંતલપુર તાલુકાની અબિયાણા, બોરૂડા, જારુસા, લીમગામડા, પરસુંદ અને ચાણસ્મા તાલુકાની ધીણોજ તેમજ મણિયારી પુરા ગ્રામ પંચાયત માં આ તબક્કામાં 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે નહીં આ ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. વિભાજન થયેલી પંચાયતોની ચૂંટણી વિભાજન થયાના ચાર માસ પછી કરવાની કાયદામાં જોગવાઇ થયેલી છે એટલે ચાર મહિના બાદ આ પંચાયતોની ચૂંટણી થઈ શકે છે. તેવું ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...