તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તંત્ર વ્યસ્ત રહેતાં રાધનપુર, વારાહી માર્કેટયાર્ડની ચૂંટણી સ્થગિત

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારાહી 10 માર્ચ અને રાધનપુર માર્કેટની ચૂંટણી 10 એપ્રિલે યોજાનાર હતી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતા ચૂંટણી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. આ ચૂંટણી કામગીરી માટે સમગ્ર સ્થાનિક વહીવટીતંત્ર વ્યસ્ત હોવાથી રાધનપુર અને વારાહી માર્કેટયાર્ડની ચૂંટણી સ્થગિત રાખવામાં આવી છે. પાટણ જિલ્લામાં રાધનપુર અને વારાહી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ચૂંટણીની તારીખો પણ નક્કી કરી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. વારાહી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી 10 માર્ચના રોજ અને રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી 10 એપ્રિલના રોજ યોજવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે સ્થાનિક વહીવટીતંત્ર વ્યસ્ત હોવાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની કામગીરી સમયસર કરવી મુશ્કેલ હોવાથી આ બંને રાધનપુર અને વારાહી માર્કેટયાર્ડની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. તેવુ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

હવે ચૂંટણી પ્રોગ્રામ ફરીથી નક્કી થશે.
જિલ્લા રજીસ્ટાર કચેરી સહકારી મંડળીઓના સહકારી અધિકારી (બજાર) આર. યુ. પરમારે જણાવ્યું હતું કે હવે ચૂંટણી પ્રક્રિયા જ્યાંથી અટકી છે. ત્યાંથી જ ફરીથી શરૂ થશે. અને ચૂંટણી માટેનો પ્રોગ્રામ ફરીથી નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો