ચૂંટણી પ્રચાર:સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બલવંતસિહ રાજપૂતના સમર્થનમાં ચૂંટણી સભાઓ યોજાઈ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ઘપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે સરસ્વતીનગર સોસયટી અને સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે ચૂંટણી સભાઓ યોજી હતી. તેઓએ સભાઓમાં સંબોધતા કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં અનેક કામો કર્યા છે. તેમજ વિવિધ યોજનાઓ થકી લાભો આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા જણાવ્યું હતું. કોંગ્રેસના હોદ્દેદાર ઇન્દ્રવદનભાઈ સોની અને રાકેશભાઈ ઠાકર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જેને બલવંતસિહ રાજપૂતે ખેસ અને ટોપી પહેરાવી આવકાર્યા હતા.

આ સભામાં સિદ્ધપુર શહેર પ્રમુખ કિરણભાઈ શાસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, નારી ભાઈ લચ્છીવાળા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સુષ્માબેન રાવલ, શુશીલાબેન પટેલ, હેતલબેન પંચાલ, સોનલબેન ઠાકર, શંભુભાઈ દેસાઇ, મનીષભાઈ શેઠ, વિષ્ણુભાઈ પટેલ મહામંત્રી , યુવા મોરચા પ્રમુખ મિહિરભાઈ પાધ્યા, કનુજી ઠાકોર, રશ્મિનભાઈ દવે, નિરંજનભાઇ ઠાકર, કરશન પ્રજાપતિ, અલ્કાબેન પ્રજાપતિ, વિકાસ પ્રજાપતિ, વિક્રમભાઈ પંચોલી, અરુણભાઈ પાધ્યા, ધર્મેન્દ્રભાઈ ઠાકર, ભરતભાઈ મોદી, જે.ડી.પટેલ, રાજુજી ઠાકોર, ઉર્વેશભાઈ પંડયા, નટુભાઈ પટેલ, ચીનુભાઇ વકીલ, પ્રમોદભાઈ પટેલ, શૈલેષભાઈ પંચોલી, કૌશલ જોશી, રાજીવ પાધ્યા, કાશીરામભાઈ પટેલ સહિત વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ઠ અગ્રણીઓ, યુવા મોરચા ના કાર્યકર્તાઓ, મહિલા મોરચા ના કાર્યકર્તાઓ, સંગઠન ના હોદેદ્દારો અને સ્થાનિક આગેવાનઓ, કોર્પોરેટરઓ, ડોક્ટર, વકીલ, વેપારીઓ, સહિત તમામ સમાજના આગેવાન ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સહુ એ પ્રચંડ બહુમતીથી જીતનો સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...