ચૂંટણી કામગીરી:વિધાનસભા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા 171 વાહનોનું ચૂંટણી અધિકારીઓ GPSથી ટ્રેકિંગ કરશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસએસટીના 12 અને એફએસટી સર્વિલન્સ ટીમો 13 વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડી

વિધાનસભા ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચાર બેઠકો પર નિયુક્ત કરવામાં આવેલી એસ એસ ટી અને એફ એસ ટી સર્વિલન્સ ટીમો તેમજ ઝોનલ ઓફિસર ના કુલ 171 વાહનો નું ચૂંટણી અધિકારીઓ દ્વારા જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ કરવામાં આવશે. આ ટીમો હાલમાં કઈ જગ્યાએ છે તેનું મોનિટરિંગ કરવા માટે વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી જાહેર થતા ની સાથે જ ચૂંટણી તંત્ર સક્રિય થઈ ગયું છે અને ચૂંટણી કરવા માટે તબક્કાવાર એક બાદ એક કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પાટણ જિલ્લાની પાટણ સિદ્ધપુર રાધનપુર અને ચાણસ્મા વિધાનસભા બેઠકો માટે એફ એસ ટી અને એસ એસ ટી ટીમો નિયુક્ત થઈ ગઈ છે. જેમાં એફ એસ ટી ( ફલાઇગ સ્કોડ ટીમ)ના 12 વાહનો અને એસ એસ ટી (સ્ટેટીક સર્વિલન્સ ટીમ )ના 13 વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી આ ટીમમાં કઈ જગ્યાએ છે તેનું ચૂંટણી અધિકારી દ્વારા જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ કરી મોનિટરિંગ કરવામાં આવશે.

આ ઉપરાંત મતદાનના દિવસે ઝોનલ ઓફિસરના 146 વાહનો પર પણ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે અને તેના માધ્યમથી ઝોનલ ઓફિસરો કઈ જગ્યાએ છે. તેનું મોનિટરિંગ પણ જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ કરીને કરી શકાશે.આ ઉપરાંત વેરહાઉસ થી વિધાનસભાના સ્ટ્રોંગરૂમ સુધી ઇવીએમ અને વીવીપેટ મશીન લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા બંધ બોડીના કન્ટેનર માં પણ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી અને મોનિટરિંગ માટે કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો હતો દરેક ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા વાહનો નું જીપીએસ સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે તેવું ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...