ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:પાટણ જિલ્લાની 206 ગ્રામ પંચાયતોની 19 ડીસેમ્બરે ચૂંટણીઓ યોજાશે, બેલેટ પેપરથી મતદાન યોજાશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 177 સરપંચ અને 1490 ની બોર્ડની સામાન્ય ચૂંટણીઓ યોજાશે 7 સરપંચ અને 23 વોર્ડ ની પેટાચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે . ત્યારે પાટણ જિલ્લાની 177 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ 7 સરપંચ અને 23 વોર્ડ મળી જિલ્લામાં કુલ 206 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું આજરોજ પ્રસિદ્ધ થતા જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.

સમગ્ર રાજ્યમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ ગઈ છે તેમજ કોઈ કારણસર સરપંચ અને વોર્ડ ના સભ્યોની બેઠકો ખાલી પડી છે તેવી ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાવાના પડઘમ છેલ્લા ઘણા સમયથી વાગી રહ્યા હતા. ત્યારે આજરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. પાટણ જિલ્લાની 177 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેના 1490 વોર્ડ સભ્યો ની સામાન્ય ચૂંટણી તેમજ 7 સરપંચની 23 વોર્ડ સભ્યો ની પેટા ચૂંટણીઓ મળી કુલ જિલ્લામાં 206 જેટલી ગ્રામપંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનું જાહેરનામું આજરોજ પ્રસિદ્ધ થઈ જતા જિલ્લાનીજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. તે ગામોમાં આજ સાંજથી જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ હતી .તો પાટણ જિલ્લા સૌથી વધુ રાધનપુર તાલુકામાં 38 ગ્રામ પંચાયતોની અને 320 વોડ ની સામાન્ય ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે . જેમાં ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 4/12/21 ના રોજ, ઉમેદવારી પત્રો ચકાસણી 6/12/21 ના રોજ હાથ ધરાશે , 7/12/21 ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ રાખવામાં આવી છે. જ્યારે 19/12/21 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. જ્યારે 21 /12/21 ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...