વ્યવસ્થા:ચૂંટણીમાં જરૂરી સેવાઓના કર્મચારીઓ પ્રથમવાર પોસ્ટલ મતદાન માટે 12 D ફોર્મ ઓનલાઈન મળશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લા ચૂંટણી વિભાગની વેબસાઈટ ઉપર અરજી ફોર્મ મૂકવામાં આવ્યું

પાટણ જિલ્લામાં ચારય વિધાનસભામાં ચૂંટણી દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે વીજળી વિભાગ, BSNL ટેલિકોમ, રેલવે, દુરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, બસ સર્વિસ અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ફાયર સર્વિસ, મીડિયા પર્સન ઓથોરાઇઝ બાય પુલ ડે કવરેજ, ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સર્વિસ જેવા 12 વિભાગના કર્મચારીઓને મતદાનના દિવસે ફરજ ઉપર હાજર રહેવાનું હોય મતદાન કરવા માટે જઈ શકે તેમ ના હોય તેમના માટે સ્પેશિયલ પોસ્ટલ મતદાન કરવા માટે ચારેય વિધાનસભામાં 4 મતદાન મથકો ઉભા કરાશે.

જેમાં તેઓ નિયત સમયે મતદાન કરી શકશે. પોસ્ટલ મતદાન કરવા માટે તેમને અરજી કરવા માટે 12 D ફોર્મ ભરવું પડતું હોય તે ફોર્મ આવે કર્મચારીઓને ચૂંટણી વિભાગમાં લેવા આવવાના બદલે ઓનલાઇન જ ચૂંટણી વિભાગની વેબસાઈટ ઉપરથી મેળવી શકશે. જે પાટણ જિલ્લા ચૂંટણી વિભાગની જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) ની વેબસાઈટ i.e. patan.gujarat.gov.in પર ફોર્મ-૧૨-D અને ચૂંટણીપંચ નું જાહેરનામું અપલોડ કરી દેવામાં આવ્યું છે.જે ફોર્મ મેળવી ભરીને જે તે વિભાગના અધિકારી મારફતે ચૂંટણી વિભાગમાં આપવાનું રહેશે.પ્રથમવાર ચૂંટણીમાં આ રીતે ઓનલાઇન ફોર્મ કર્મચારીઓને મળશે એવું ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લામાં 716 સર્વિસ વોટર તેમને ઓનલાઇન મતદાન માટે ફોર્મ બેલેટ મોકલાશે,જેથી સમય બચશે
પાટણ જિલ્લામાંથી સરહદ પર સંરક્ષણ ફોર્સ વિવિધ કેડરમાં ફરજ બજાવતા સર્વિસ વોટર તરીકે 706 લોકો નોંધાયેલા છે. આ તમામ સર્વિસ વોટર બેલેટ પેપરથી મતદાન કરી સમયસર મતદાન કાઉન્ટર સેન્ટર ઉપર પહોંચી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ સહિતની વિગતો તેમના નક્કી કરેલા જે તે ઓફિસરને મોકલી અપાશે. જેવો મેળવી ફોર્મ ભરી સાથે બેલેટ મતદાન કરી કુરિયર મારફતે જે તે વિધાનસભામાં પરત મોકલી આપશે.

અન્ય સમાચારો પણ છે...