પ્રચાર પ્રસાર તેજ:પાટણ બેઠકના ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં, ઠેર-ઠેર જનસમર્થન

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલબેન દેસાઈનો ઝંઝાવતી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. દરેક ગામડાઓમાં રાજુલબેન દેસાઈને સમર્થન મળી રહ્યું છે. ગામડાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો વૃદ્ધો સહિતનાઓ ઉમટી પડે છે. પાટણ તાલુકાના બોરસણ ગામે યોજાયેલી જંગી સભામાં ડૉ રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, પાટણ હજુ પણ અનેક ઔદ્યોગિક વિકાસ જંખે છે. આ તમામ વિકાસ કરવા છે.

પાટણમાં જ જી.આઇ.ડી.સી મારી પ્રાથમિક રહેશેઃ ડૉ.રાજુલબેન દેસાઈ
ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલબેન દેસાઈએ વધુમાં જણાવ્યું કે, પાટણનો ઐતિહાસિક વારસો વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, પાટણના પટોળાને પણ હજુ વિશ્વફલક ઉપર નવું આયામ મળે તે માટે પ્રયત્નો કરીશ. પાટણના યુવાનોને રોજગારી માટે બહારના જવું પડે પાટણમાં જ જી.આઇ.ડી.સી મારી પ્રાથમિક રહેશે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ અંતર્ગત દરેક જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવા પ્રયાસો કર્યા છે.
આગામી સમયમાં પાટણ વિધાનસભા બેઠકમાં પણ મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટેના તમામ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ પણ તેમના સમય દરમિયાન કરેલા વિવિધ વિકાસના કામો લોકો સમક્ષ મૂક્યા હતા. પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે પણ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...