આત્મહત્યા:પાટણના સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી અસ્થિત મગજના વૃદ્ધે જીવન લીલા સંકેલી, પરિવારજનોમાં શોક

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ લાશને પાણીમાંથી બહાર કાઢી પોલીને જાણ કરી

પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં સોમવારની બપોરના સમયે એક અસ્થિત મગજના વૃદ્ધે કોઇ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રહીશોએ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ પાટણ શહેરના ગુલશન નગરમાં રહેતા ધીરુ દશરથભાઇ રાણા નામના વૃદ્ધે સોમવારની બપોરના સુમારે કોઇ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

ઘટનાને પગલે આસપાસના રહીશોએ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. આ મામલે પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...