• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Eight Teams From North Gujarat Participated In The Inter college Hockey Competition Organized By Hemchandracharya University

સ્પર્ધા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-કોલેજ હોકી સ્પર્ધામાં ઉત્તર ગુજરાતની આઠ ટીમોએ ભાગ લીધો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી માહોલને લઈ સ્પર્ધા સવારે મુલતવી રાખી બપોર બાદ શરૂ કરાઈ

આજે ગુરૂવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત અને પાટણ સાયન્સ કોલેજ ના યજમાન પદે આંતર-કોલેજ હોકી સ્પર્ધા શરૂ થાય તે પૂર્વે કમોસમી માવઠાને લીધે સવારના બદલે વરસાદે વિરામ લીધા બાદ બપોરે સ્પર્ધા શરૂ કરાઈ હતી. જેમાં ઉત્તર ગુજરાતની 8 ટીમોએ ભાગ લીધો હતો.

યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-કોલેજ હોકી સ્પર્ધાનો આજે ગુરૂવારે શેઠ એમ.એન સાયન્સ ના યજમાન પદે કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડમાં આરંભ થવા પામ્યો હતો. જેમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન આર્ટ્સ કોલેજ હિંમતનગર, કોમર્સ કોલેજ પાટણ, આર્ટ્સ કોલેજ ઊંઝા, પીજી ભવન પાટણ, આર્ટસ કોલેજ પાટણ, સાયન્સ કોલેજ પાટણ, આર્ટ્સ કોલેજ કાંટ અને આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર એમ કુલ મળી 8 કોલેજની ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

વરસાદી માહોલને લઈ સ્પર્ધા સવારે મુલતવી રાખી બપોર બાદ વરસાદે વિરામ લેતા શરૂ કરાઈ હતી. જેમાં આયોજકો દ્વારા એ અને બીનું ગ્રુપ બનાવી પ્રતિસ્પર્ધી ટીમો વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ સુધી આ સ્પર્ધા ચાલી હતી, જેમાં કમોસમી માવઠાના વાતવરણ વચ્ચે ખેલાડીઓમાં ઉત્સાહ જળવાઈ રહ્યો હતો.આર્ટસ એન્ડ કોમર્સ હિંમતનગર કોલેજ ચેમ્પિયન બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન પાટણ એમ એન સાયન્સ કોલેજ ના યજમાન પદે યોજાઈ હતી જેમાં સ્પર્ધાના અધ્યક્ષ ડો પી જે વ્યાસ,સ્પર્ધા મંત્રી ડો દેવાંગ આર પટેલ યુનિ ના શારીરિક નિયામક ડો ચિરાગભાઈ અધ્યક્ષતામાં ટુર્નામેન્ટ યોજાઈ હતી

અન્ય સમાચારો પણ છે...