તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ફળ્યો:પાટણ સબજેલમાં સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા આઠ કેદીઓને બે માસ માટે જેલ મુક્ત કરાયા

પાટણ2 મહિનો પહેલા
  • મુક્ત કરાયેલા કેદીઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ પણ આપવામાં આવી

કોરોનાની મહામારીને નાથવા માટે સરકાર કટિબદ્ધ બની પ્રયાસો કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની સુચના અનુસાર પાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા ગુજરાતની તમામ સબજેલમાં સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા કાચા તેમજ પાકા કામના કેદીઓને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી તેઓ તેમના પરિવારજનો સાથે બે માસ જેટલો સમય પસાર કરી શકે અને સબ જેલમાં રહેલા અન્ય કેદીઓ કોરોના સંક્રમિત ન બને તેવા ઉદ્દેશથી આવા કેદીઓને સબજેલમાંથી બે માસ માટે મુક્તિ આપવા આદેશ કરવામાં આવ્યો છે.

પાટણમાં સરેરાશ ટેસ્ટિંગ સ્થળો પર પોઝિટિવ કેસનો રેશિયો ઘટ્યો છે. પહેલા 100 લોકોના સેમ્પલ માંથી 30 થી વધુ પોઝિટિવ રિપોર્ટ આવતા હતા.હવે રેશિયો ઘટી 6 થી 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. શુક્વારે બગવાડા દરવાજા ખાતે 118 સેમ્પલ માંથી 8 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.રેલવે સ્ટેશન વિસ્તારમાં 100 ટેસ્ટ પૈકી 6 પોઝિટિવ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શુક્વારે જિલ્લામાં 1356 સેમ્પલ લીધા હતા જેમાંથી 105 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સામે 72 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.

પાટણ શહેરમાં 16,મણુંદ અને ચંદ્રુમણા ગામમાં બે બે સહીત અન્ય ગામોમાં એક એક મળી તાલુકામાં કુલ 32,ચાણસ્મા શહેરમાં 2,10 ગામોમાં એક એક મળી તાલુકામાં 12,સિદ્ધપુર શહેરમાં અને સુજાણપુર ગામમાં બે બે સહીત તાલુકામાં કુલ 12,શંખેશ્વર ગામમાં 2,કુંવર ગામમાં 7,બીલીયા ગામમાં બે સહીત તાલુકામાં કુલ 13,હારિજમાં ઇન્દિરાનગર અને ખૂંટાશેરી વિસ્તારમા 3-3 શહેર કુલ 9, 4 ગામોમાં એક એક મળી તાલુકામાં કુલ 13,રાધનપુર શહેરમાં 4,5 ગામોમાં એક એક મળી તાલુકામાં 9,સમીમાં ગોચનાદ અને બાસ્પા ગામમાં બે બે સહીત તાલુકામાં 6,સરસ્વતીમાં સાંપ્રા ગામમાં 4, સાંતલપુરમાં એવાલ ગામમાં એક મળી જિલ્લામાં 105 કેસ નોંધાયા હતા.જિલ્લામાં 1332 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

છ કાચા કામના અને બે પાકા કામના કેદીઓને બે માસ માટે જેલ મુક્ત કરાયા

જેના અનુસંધાને ગુરૂવારના રોજ પાટણની સુજનીપુર સબજેલ ખાતે કાચા તેમજ પાકા કામના સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા કેદીઓને બે માસ માટે મુક્ત કરવાનાં નિર્ણયને લઈને સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા છ કાચા કામના કેદી અને બે પાકા કામના કેદીઓને બે માસ માટે જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. જે નિર્ણયને ધ્યાનમાં રાખીને આજે જેલ મુક્ત કરવામાં આવ્યા છે.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ પણ આપવામાં આવી

અને મુકત કરાયેલા આઠેય કેદીઓ બેમાસ પોતાના પરિવારજનો સાથે રહી શકે તે માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ પણ આપવામાં આવી હોવાનું પાટણ સબજેલ સુપ્રિટેન્ડેન્ટ એચ.એલ. વાધેલાએ જણાવ્યું હતું. સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા કાચા અને પાકા કામના કેદીઓને સબજેલમાંથી બે માસ માટે મુક્ત કરાતા કેદીઓના પરિવારજનોએ પણ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો છે.

પાટણ સબજેલમાંથી આઠ કેદીઓને બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટની સુચના અનુસાર પાવર કમિટીના આદેશથી પાટણ સબજેલમાં સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા કાચા તેમજ પાકા કામના કેદીઓને મહામારીને ધ્યાનમાં રાખી પરિવારજનો સાથે બે માસ જેટલો સમય પસાર કરી શકે અને સબજેલમાં રહેલા અન્ય કેદીઓ કોરોના સંક્રમિત ન બને તેવા ઉદ્દેશથી ગુરૂવારે સાત વર્ષથી નીચેની સજા ભોગવી રહેલા છ કાચા કામના કેદી અને બે પાકા કામના કેદીઓને બે માસ માટે જેલ મુક્ત કરી ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી. કેદીઓ બે માસ પરિવારજનો સાથે રહી શકે તે માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ પણ આપવામાં આવી હોવાનું પાટણ સબ જેલ સુપ્રિટેન્ડેન્ટ એચ.એલ.વાધેલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...