તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારી ઝડપાયા:ચાણસ્મા અને હારિજના સરેલથી આઠ જુગારી ઝડપાયા, એક ફરાર

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.66790 મુદ્દામાલ જપ્ત

ચાણસ્મા જુના બસ સ્ટેન્ડ ખાતે રવિવાર સાંજે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી અાધારે રેડ કરી બે જુગારીઓને રોકડ રૂ. 2550 તેમજ બે મોબાઇલ (કિ.રૂ. 5500) મળી કુલ રૂ. 8050 ના મુદ્દામાલ ઝડપ્યા હતા. અેક જુગારી ફરાર થઇ ગયો હતો. જ્યારે હારીજ તાલુકાના સરેલ ગામે રવિવારે પોલીસે રેડ કરી 6 જુગારીઅોને રોકડ રૂ. 29240 તેમજ 4 મોબાઇલ (કિ.રૂ. 9500), અેક બાઇક (કિ.રૂ. 20000) મળી કુલ રૂ. 58740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

ઝડપાયેલા જુગારીઓ
ચાણસ્મા : ઠાકોર શંભુજી રાધુજી અને વાલ્મીકી ભરતભાઇ ઇશ્વરભાઇ (ઝડપાયા) વાલ્મીકી મનોજભાઇ કાળાભાઇ (ફરાર)
સરેલ : ઠાકોર ભાવાજી બાબુજી, ચૌધરી અલ્કેશભાઇ કુબેરભાઇ, ઠાકોર છોટાજી કુવરાજી, ચૌધરી અનિલભાઇ કુબેરભાઇ (સરેલ) , ઠાકોર ભરતજી ઉમેદજી અને ઠાકોર ગીરાજી સવાજી (રહે.દુનાવાડા)

અન્ય સમાચારો પણ છે...