વિધાનસભાની ચૂંટણી-2022:પાટણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી કરવા માટે પ્રથમ દિવસે આઠ ફોર્મ વિતરણ થયા, એક પણ ફોર્મ ભરાયું નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે આજે સત્તાવાર રીતે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જિલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તારની મામલતદાર કચેરીઓ ખાતેથી ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું . ત્યારે પાટણ બેઠક માટે પ્રથમ દિવસે 8 જેટલા ઉમેદવારી ફોર્મ નું વિતરણ થયું હતું .જ્યારે એક પણ ફૉર્મ ભરાઈને પરત આવ્યું ન હતું.

પાટણ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પાટણ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા વ્યક્તિઓ માટે ફૉર્મનું વિતરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ ભરેલા ફૉર્મ સ્વીકારવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી હતી. ત્યારે પ્રથમ દિવસે અપક્ષમાંથી ચૂંટણી લડવા માગતા પાંચ વ્યક્તિઓ ફોર્મ લઈ ગયા હતા. જ્યારે ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા સંભવિત ઉમેદવાર મંગાજી ઠાકોર, ગરવી ગુજરાત પાર્ટીમાંથી જયંતીજી ઠાકોર અને આમ આદમી પાર્ટીમાંથી લાલેશભાઈ ઠક્કરે ફૉર્મ લીધા હતા. જ્યારે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું ન હતું તેમ પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...