જુગાર રમતાં પકડાયા:સિદ્ધપુરના લાલપુર નજીક જુગાર રમતાં આઠ પકડાયા

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિધ્ધપુર તાલુકાના લાલપુરથી બિલીયા જતાં નેળીયામાં પોલીસે બાતમી આધારે રેડ કરી જુગાર રમતાં આઠ જુગારી રૂ. 6,600 સાથે પકડી પાડ્યા હતા. લાલપુરથી બિલીયા જતા નેળીયામાં જુગાર રમતો હોવાની સિધ્ધપુર પોલીસને બાદમે મળતા પોલીસની ટીમે રેડ કરી હતી.

જુગાર રમતા લાલપુરના મનુભાઈ દલાભાઈ પરમાર હરેશભાઈ રામાભાઇ પરમાર સિધ્ધપુરના ગૌતમ ભાઈ શંકરભાઈ વાલ્મિકી મનોજ કુમાર બાબુભાઈ સોલંકી કિશોરભાઈ દલપતભાઈ વાલ્મિકી લાલપુરના કાંતિભાઈ મોહનભાઈ પરમાર ખોલવાડા ના બાબુભાઈ મગનભાઈ પરમાર લાલપુરના પ્રહલાદભાઈ દલાભાઈ પરમાર ને પોલીસે રૂ 6,600 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...