• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Education Work Started From Today In 750 Schools Of Patan District. After 20 Months, Young Children Will Go To School Today

શિક્ષણ કાર્ય શરૂ:પાટણ જિલ્લાની 750 શાળાઓમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ, 20 મહિના બાદ આજે નાનાં બાળકો શાળાએ જશે

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રવિવારની રજા હોઈ શિક્ષણ વિભાગનો પરિપત્ર ન મળતાં મૂંઝવણ
  • ધોરણ-1થી 8નાં વિદ્યાર્થીઓની સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા કરવા શાળા સંચાલકોમાં પરેશાની, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે

પાટણ જિલ્લામાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં સોમવારથી જિલ્લાની સરકારી તેમજ ખાનગી માધ્યમિક શાળાઓ બાદ સરકારની જાહેરાત મુજબ ધોરણ 1 થી 5ના બાળકોનું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવતાં આજે પોણા બે વર્ષ બાદ ભૂલકાઓ શાળાએ આવશે. ત્યારે કોરોના ગાઈડ લાઇન મુજબ શાળાઓમાં બાળકોની હાજરી મરજિયાત હોઈ વાલીના સંમતિપત્ર બાદ જ બાળકોને શાળામાં પ્રવેશ આપવમાં આવશે. શાળાઓમાં ફરી વિદ્યાર્થીઓના અવાજ ગુંજતા ફરી સજીવન થશે.

પાટણ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી કુલ 750 જેટલી શાળાઓમાં સોમવારથી હવે ધોરણ 1 થી 12 સુધીના તમામ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. જેમાં આચાર્યો દ્વાર બાળકોની સુરક્ષાના ધ્યાને રાખી બેઠક વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવશે. ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ શરૂ રાખવામાં આવનાર છે.

હાલમાં ફરજીયાત હાજરી ન હોઈ વિદ્યાર્થીઓને શાળામાં આવવા માટે દબાણ કરવામાં આવશે નહીં પરંતુ તેનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે શિક્ષક દ્વારા તકેદારી લેવાશે. આ બાબત પાટણ જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ શાળાઓ સોમવારથી શરૂ થવાની છે. રવિવારે રજાનો દિવસ હોઈ કોઈ આયોજન કરાયું નથી પરંતુ સરકારની સુચના મુજબ સોમવારે તમામ શાળાઓને સૂચના આપી કોરોનાની ગાઇડ લાઇન સાથે જ શાળા શરૂ કરવાની રહેશે તેવો પત્ર કરવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે બધાને એકસાથે બેસાડવા શક્ય ન હોઈ શાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા
આચાર્ય નિલેશભાઈએ જણાવ્યું હતું કે ધો-6થી 8ની સંખ્યાનું વિભાજન કરી શાળાઓમાં શિક્ષણકાર્ય કરાવતા હતા પરંતુ જો ધો-1થી 8ની તમામ સંખ્યા બોલાવી પડશે તો સોશિયલ ડિસ્ટન્સ સાથે એકસાથે બેસાડી શકાય તેવી શાળામાં બેઠક વ્યવસ્થા ન હોઈ કેટલી સંખ્યા આવે છે તે પ્રમાણે આયોજન કરીશુ. હાલમાં રવિવારની રજા હોઈ શિક્ષણ વિભાગનો પરિપત્ર હજુ આવ્યો નથી. સોમવારે મળશે એટલે અભ્યાસ કરી આયોજન કરાશે.

ધો-1થી 5માં સંમતિપત્ર મળે તો શાળામાં પ્રવેશ અપાશે
આચાર્ય અશોકભાઈએ જણાવ્યું હતું કે નાના બાળકોની વાતાવરણના કારણે હાલમાં તબિયત ખરાબ હોય છે જેથી જે બાળકો સ્વસ્થ હશે અને તેમના વાલીઓ દ્વારા મંજૂરી આપીને સંમતિપત્ર શાળામાં રજૂ કરશે તે બાળકોને શાળામાં શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવેશ આપવામાં આવશે. બાળકોને લઇને કોઇપણ પ્રકારનું શાળા દ્વારા જોખમ લેવાશે નહીં અને બાળકોની વધુ સંભાળ રાખવામાં આવશે. સરકારના પરિપત્ર મુજબ શાળામાં વાલીઓના સંમતિ પત્ર સાથે જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બાળકોના સ્વાસ્થયને ધ્યાને લઈ સરકારની કોરાના ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે.

ફરી શાળાઓમાં બાળકોનો કલરવ સંભળાશે
કોરોનાના 20 મહિના બાદ આજથી જિલ્લાની શાળાઓમાં ધોરણ-1થી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ માટે બાળકો આવશે. જેમાં ઘણા સમયથી બંધ શાળાઓમાં બાળકોનો કલરવ સંભળાશે. વાલીઓ પણ પોતોનાં બાળકોને શાળાએ મોકલવા આતુર જણાઈ રહ્યા છે. ઘેર બેઠા ઓનલાઈન અભ્યાસ બાદ હવે બાળકો આજથી શાળાએ જશે. શાળા સંચાલકો પણ શાળામાં સરકારના પરિપત્ર મ‌ળ્યા બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ બીજા સત્રના અભ્યાસની શરૂઆત કરાવશે. જો કે બાળકોમાં અભ્યાસમાં કેવી રૂચી રહેશે તેવો વાલીઓને સવાલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...