તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો મુશ્કેલીમાં:બાજપાઈ બેંકેબલ સ્વરોજગાર યોજના બંધ થતાં પાટણના શિક્ષીત બેરોજગારો પરેશાન

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવો વ્યવસાય કરવાની 40 સબસિડીવાળી યોજના બંધ કરાતાં લાભ અટક્યો
  • આ યોજનામાં પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં 5485 લોકોએ રૂપિયા 2960 લાખની સબસીડી લીધી હતી

પાટણ સહીત ઉત્તર ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોને નવો વ્યવસાય શરૂ કરવા માટે લોનમાં 40 ટકા સુધીની સબસીડી આપતી બાજપાઇ બેંકેબલ સ્વરોજગાર યોજના કોરોનામાં જ સરકારે છેલ્લા એક વર્ષથી સ્થગિત કરતા નવો વ્યવસાય શરૂ કરવા માંગતા ન બેરોજગાર યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉધોગ વિભાગમાંથી નવીન વ્યવસાય શરૂ કરવા માંગતા લોકોને વધુમાં 50 હજારથી 8 લાખ રૂપિયા સુધીની લોનમાં 1.25 લાખની સબસીડી આપતી બાજપાઈ બેંકેબલ સ્વરોજગાર યોજના સરકાર દ્વારા કોરોના મહામારીના આરંભમાં જ મે 2020 થી સ્થગિત કરી દેવાઈ છે. છેલ્લા એક વર્ષથી યોજના શરૂ ન થતા નવો રોજગાર શરૂ કરવા માંગતા બેરોજગાર લોકોને સબસીડી મળી નથી. ગત 5 વર્ષના આંકડા જોઈએ પાટણ જિલ્લામાં જ 5485 લોકોએ કુલ 2960 લાખ રૂપિયાની ફક્ત સબસીડી મેળવી હતી.

જેમાં સૌથી વધુ ગત વર્ષમાં જ 899 લાખ રૂપિયાની લોકોને સબસીડી મળી છે. જિલ્લા ઉધોગ આઈ.પી.ઓ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું સરકારે કોરોના શરૂ થતા આ યોજના સ્થગિત કરી હતી. એક વર્ષથી બંધ છે. કદાચ હવે સરકાર લાભાર્થીઓને વધુ લાભ લાભ મળે માટે થોડી રિફોર્મ કરી ફરી શરૂ કરી શકે છે. પરંતુ હજુ સુધી કોઈ જાણ નથી.

ક્યાં ક્યાં ઉદ્યોગ માટે લોન મળે

  • મશાલ ઉત્પાદન
  • પશુપાલન કોમ્યુટર જોબવર્ક
  • ઓટો ગેરેજ ટ્રાન્સપોર્ટ
  • રેડીમેડ ગાર્મેન્ટ્સ
  • ઝેરોક્ષ મશીન-સર્વિસ સેન્ટર માટે
અન્ય સમાચારો પણ છે...