જાનહાનિ ટળી:પાટણ ડીસા હાઇવે પર પાલડી ગામ નજીક ઇકો ગાડીનુ ટાયર ફાટ્યું, ચાલક ઇજાગ્રસ્ત

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો

પાટણ ડીસા હાઇવે માર્ગ પર આવેલા પાલડી ગામ નજીકથી શુક્રવારના રોજ પસાર થઈ રહેલી ઈકો ગાડીનું ડ્રાઈવર સાઈડનું પાછળનું ટાયર અગમ્ય કારણોસર ફાટતાં અકસ્માત થયો હતો. ઈકોનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતનાં બનાવની જાણવા મળેલી માહિતી મુજબ, ડીસા તરફથી શાકભાજી ભરીને આવતી ઈકો ગાડી (GJ-31-A-6369)નો ચાલક પાટણ નજીક પાલડી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ગાડીની ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટતાં ગાડી રોડ પર પલટી મારી જતાં ગાડીનાં ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતનાં પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ઈકો ગાડીને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...