તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં તકેદારી:ધારપુર હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેવાભાવી સંસ્થા દ્વારા ડસ્ટબીન મુકાયા

પાટણ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા કેમ્પસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ડસ્ટબીન મુકવામાં આવ્યા
 • સ્વચ્છતા જાળવવા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા લોકોને અપીલ કરાઈ

કોરાનાની કપરી પરિસ્થિતિને નાથવા જિલ્લા પ્રશાસનની સાથે સાથે શહેરની અનેક સેવાકીય સંસ્થાઓ પણ કાર્યરત બની છે. ત્યારે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અને ગંદકીનાં કારણે કોરોનાની મહામારીનો ફેલાવો ના થાય તે હેતુથી ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે ફાઉન્ડેશન નાં સભ્યો દ્વારા ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને જાગૃત કરી ખુલ્લામાં જ્યાં-ત્યાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

સાથે સાથે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરી આ મહામારીને નાથવા સહિયોગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જાયનટ્સ પીપલ્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા આયોજિત આ પ્રોજેક્ટના દાતા તરીકે અમૃતભાઈ પી.પટેલ, સરવા વાળા(એન્જીનીયર)નો સહકાર સાંપડ્યો હોય જેને જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પાટણનાં પ્રમુખ નટુભાઇ દરજી, ઉપ પ્રમુખ ઉજજવલભાઈ પટેલ,મંત્રી પી.એન.પટેલ, ખજાનચી નૈમેષભાઈ ગાંધી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો