નકલી આર.સી. બુક:પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામથી ડુપ્લીકેટ આર.સી. બુક બનાવતો એક શખ્સ ઝડપાયો

પાટણ23 દિવસ પહેલા
  • પાટણ એલસીબી અને એસઓજી પોલીસની ટીમે એકને ઝડપ્યો, એક ફરાર

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનું પાર્સીંગ ધરાવતા વાહનોની આર.સી. બુક જેવી નકલી આર.સી. બુક બનાવતા ધંધાનો સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામેથી પાટણ એલસીબી અને એસઓજી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પર્દાફાશ કરી એક ઈસમની અટકાયત કરવામાં આવી છે.

પાટણ એલ.સી.બી તથા એસ.ઓ.જીના પોલીસના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મળેલી બાતમીના આધારે સિદ્ધપુર તાલુકાના મુડાણા રેડ કરી મોમીન નામના શખ્સને રંગીન સ્માર્ટ પિન્ટર તથા અલગ અલગ આર.ટી.ઓ કચેરીના અધિકારીની સહીવાળી આર.સી.બુક નંગ-10 તથા વાહનનું ઓનલાઇન ગુજરાત ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ ફોર્મ નં-24 નંગ-08 ઓર્થોરીટીના તથા એક આઇફોન તથા ચાર્જર તથા કેબલ તથા થીનર મળી કુલ .રૂ.40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જ્યારે એક શખ્સ મળી આવ્યો ન હતો.

ડુપ્લીકેટ આર.સી. બુકના ગુનામાં તારીફ જેલમાં છે
RTO કચેરીના એજન્ટ તરીકે કામ કરતો તારીફ માકણોજીયા આ પ્રકારના જ ડુપ્લીકેટ આરસી બુક બનાવવાના ગુનામાં આણંદ શહેર પોલીસ મથકના ગુનામાં જેલમાં છે તેવું ઇન્ચાર્જ એલસીબી PI વી.આર ચૌધરીએ જણાવ્યું હતું.

ડુપ્લીકેટ આરસી બુક બનાવતા આરટીઓ એજન્ટ તારીફ માકણોજીયાએ શીખવાડ્યું હતું
પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આરોપી અસફાક મોમીન કમિશનથી વાહન લે-વેચનો ધંધો કરતો હતો ત્યારે વડગામ તાલુકાના રજોસણા ગામના તારીફ અબ્દુલહમીદ માકણોજીયા આરટીઓ એજન્ટ હોવાથી વાહનનું પાર્સિંગ ટ્રાન્સફર સહિતનું આરટીઓનું કામ કરતો હતો.ડુપ્લીકેટ આરસી બુક બનાવવાની ટેક્નિક તેણે અસફાકને શીખવાડી હતી. અને આર.સી બુકો પણ તેણેે આપી હતી.

અસફાક મોમીન સ્માર્ટ પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવતો હતો
સિઝરો પાસેથી કમિશનથી વેચાવેલા વાહનની ઓરિજનલ આરસી બુક ન હોય તો અસફાક મોમીન આરટીઓ ફોમૅ નં 24 મેળવી અસલ આર.સી.બુક લાવી દેતો હતો. સ્માર્ટ પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવતો હતો અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટેક્સ ન ભરવો પડે તે માટે ફોમૅ નં 36 મેળવ્યા વગર ડુપ્લીકેટ આરસી બુક આરટીઓમાં જમા કરાવી ઓરીજીનલ આરસી બુક ખરીદનાર વ્યક્તિને અપાવતો આવતો હતો.

અસફાક મોમીન પાસેથી મળેલી 10 આર સી બુક
(1) બોલેરો ગાડી નં . GJ - 12 - X - 6941
(2) બોલેરો મેક્ષી ટ્રક નં . GJ - 38 - T - 0257
(3) ઇકો ગ્રીન ગાડી નં . GJ - 24 - V - 2023
(4) મહીંદ્રા કમાન્ડર ગાડી નં . GJ02 - AC - 7096
(5) ટોયટા ઇનોવા ગાડી નં . GJ - 08 - CC - 4935
(6) મારૂતી સ્વીફ્ટ ગાડી નં . GJ - 01 - HQ 9546
(7) મારૂતી વર્ના ગાડી નં . GJ - 06 - BL - 8596
(8) હુંડાઇ ગ્રાન્ડ આઇ ટેન ગાડી નં . GJ - 08 - AJ 9988 તથા
(9) કંપની અને ગાડી દર્શાવ્યા શિવાયની આરસી બુક વાહન નં. GJ-35-H-2298
( 10 ) કંપની અને ગાડી દર્શાવ્યા શિવાયની તેમજ વાહન નંબર દર્શાવ્યા સિવાયની કોરી આર સી બુક છે.

અન્ય સમાચારો પણ છે...