પરીક્ષામાં ગેરરીતિ:પાટણમાં યોજાઈ રહેલી વડોદરા અને સુરત પાલિકાની ફાયર સેફ્ટીની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડમી ઉમેદવારના પરિણામ અને ઉમેદવારી રદ કરવાની કાર્યવાહી કરવામા આવી

શારીરિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે છેલ્લા 4 દિવસથી સુરત અને વડોદરા ઝોનની જુદી-જુદી 12 નગરપાલિકામાં ફાયર સ્ટાફની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટીની પરીક્ષા સંપન્ન બની હતી.જેમાં છેલ્લા દિવસે વડોદરા ઝોનની દાહોદ, કરજણ ,લુણાવાડા એમ 3 નગરપાલિકાની ફાયર સેફટીની પરીક્ષા આપવા માટે 200 વધુ ઉમેદવારો આવ્યા હતા ,જેમાં એક ઉમેદવાર આજે ડમી પકડાયો હતો .ત્યારે આ બંને ઉમેદવારના પરિણામ અને ઉમેદવારી રદ કરવાની કાર્યવાહી કમિટીએ કરી વધુ કાર્યવાહી પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને જે તે પાલિકાને અહેવાલ મોકલી જાણ કરવામાં આવી છે તેવું યુનિવર્સિટી શારિરીક શિક્ષણ વિભાગના હેડ ચિરાગ પટેલે જણાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે છેલ્લા 4 દિવસથી ચાલતી વડોદરા અને સુરત ઝોનની ફાયર સ્ટાફ ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી.જેમાં 2000થી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં છેલ્લા દિવસે વડોદરા ઝોનની દાહોદ, કરજણ ,લુણાવાડા પાલિકાનું 200 થી વધુ ઉમેદવારો સ્વિમિંગ, ઊંચી કૂદ, લાંબી કુદ, 50 મીટર હોસ પાઈપ દોડ,400 મીટર દોડ, મેડિકલ, તેમજ રસ્સાચડ જેવી શારિરીક ક્ષમતા કસોટીની શારીરિક પરીક્ષા યોજાઈ હતી .જેમાં આજે એક ઉમેદવારની જગ્યાએ બીજો ડમી ઉમેદવાર શારીરિક ક્ષમતાની પરીક્ષા આપવા આવતા પરીક્ષકોના હાથે બન્ને ઉમેદવાર પકડાઈ ગયા હતા. આ બંને ઉમેદવારના પરિણામ અને ઉમેદવારી રદ કરવાની કાર્યવાહી કમિટી એ કરી હતી વધુ કાર્યવાહી માટે પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને જે તે પાલિકા ને વિગતવાર અહેવાલ મોકલી જાણ કરવામાં આવી છે.

પાટણ યુનિ. ખાતે 4 દિવસથી ચાલી રહેલ સુરત અને વડોદરાની ફાયર સેફટીની શારીરિક ક્ષમતા કસોટીમા અગાઉની પરીક્ષામાં ફેલ થતા આજે ડમી ઉમેદવાર સાથે પરીક્ષા આપતો હતો.જે શંકાસ્પદ લાગતા પરીક્ષકોના હાથે પકડાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...