પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં તાજેતરમાં પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ અવશેષોને લઈને દરેક નગરપાલિકા તંત્ર સજાગ બન્યું છે અને દરેક પાણીના ટાંકા સુરક્ષિત બનાવવાની સાથે સાથે તેની તકેદારીના આદેશો કરવામાં આવ્યા છે ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર ની ઉદાસીનતા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.પાટણ શહેરને પાણીની સુવિધા પૂરું પાડતી કેનાલો ઉપર પાલિકા તંત્રની વોચ ન રહેતા આ કેનાલોનો ઉનાળામાં બપોરના સમારે ગરમીથી બચવા કેટલાક નવયુવાનો ધુબાકા મારી રહ્યા છે તો કેટલાક પશુ પ્રેમીઓ પોતાના પશુઓને કેનાલ પર લાવીને નવરાવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ધણીવાર કેનાલ કાંઠે કેટલીક મહિલાઓ કપડા ધોવાની સાથે સાથે પોતાના ગોદડા ને ધબધબાવતા પણ નજરે પડતાં હોય છે.
જે પાણી આખું પાટણ નગર પીવા માટે ઉપયોગ કરતું હોય તે સિધ્ધી સરોવર પણ અવાર નવાર જીવનથી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલતા હોવાના બનાવો પણ બનતા હોય છે છતાં પાલિકા ના વોટર વર્કસ શાખા ના ચેરમેન સહિત સતાધીશો દ્રારા આવી પ્રવૃતિ અટકાવવા માટે કોઈ નકકર કામગીરી કરતાં ન હોય જેના કારણે શહેરીજનો ના આરોગ્ય સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
પાટણ નગર પાલિકા તંત્ર ના અધિકારીઓ સહિત સતાધીશો દ્રારા શહેરીજનો ને શુદ્ધ પાણી મળી રહે અને શહેરની કેનાલો તેમજ સિધ્ધી સરોવર ઉપર સુરક્ષા વધારવા કાયમી સિકયુરીટી ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગ પ્રબળ બનવા પામી છે. જો પાલિકા તંત્ર આ બાબતે જાગૃત નહિ બને તો સિધ્ધપુર મા જેવી ધટના સજૉઈ છે તેવી ધટના નુ પુનરાવર્તન પાટણ નગર પાલિકા મા જોવા મળે તેવી શહેરના પ્રબુધ્ધ નગરજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.