કલ્પવૃક્ષ મહોત્સવ:ચૂંટણીના કારણે હવે યુનિ.નો ત્રિદિવસીય કલ્પવૃક્ષ મહોત્સવ 20 ડિસે.થી શરૂ થશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 ઇવેન્ટમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની 80 કોલેજો ના 1027 વિદ્યાર્થીઓએ ભાગ લેનાર છે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યોજાનાર કલ્પવૃક્ષ મહોત્સવ ચૂંટણીના કારણે 18 ડિસેમ્બરના બદલે ચૂંટણી પૂર્ણ થયા બાદ 20 ડિસેમ્બરથી ત્રિદિવસીય મહોત્સવનો આરંભ થશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે યુવક મહોત્સવનું કલ્પવૃક્ષ મહોત્સવ તરીકે નામાંકરણ કરી 18 ડિસેમ્બર શુક્રવારથી 20 ડિસેમ્બર રવિવાર સુધી બે દિવસીય મહોત્સવનું આયોજન કર્યું હતું

પરંતુ 19 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અધ્યાપકો ચૂંટણી કાર્યમાં સંકળાયેલ હોય તેમજ વિદ્યાર્થીઓને મતદાન કરવાનું હોય ઉપરાંત વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર સ્પર્ધકોને તૈયારીઓ કરવા માટે સમય મળે જેવા વિવિધ કારણોને લઇ યુનિવર્સિટી દ્વારા મહોત્સવ બે દિવસ પાછળ ધકેલી 20, 21 અને 22 ડિસેમ્બર ત્રિદિવસીય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમવાર કોરોનાના કારણે યુનિ દ્વારા મહોત્સવમાં એક કોલેજમાંથી ભાગ લેનાર સ્પર્ધકો ની સંખ્યા 30 નક્કી કરાઇ છે. તેનાથી વધુ સ્પર્ધકો ભાગ લઇ શકશે નહીં.

25 ઇવેન્ટમાં 1027 સ્પર્ધકો ભાગ લેશે
યુનિવર્સિટીના શારીરિક નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે મહોત્સવમાં રમત ગમત સંગીત સહિતની વિવિધ 25 ઇવેન્ટ યોજાનાર છે.જેમાં ભાગ લેવા માટે યુનિવર્સિટી સંલગ્ન 80 કોલેજના 1027 સ્પર્ધકોએ અલગ-અલગ ઇવેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે તમામ સ્પર્ધકોનો યુનિવર્સિટી ખાતે રહેવાની વ્યવસ્થા તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી રખાશે.

અન્ય સમાચારો પણ છે...