વાતાવરમણાં પલટો:પાટણમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી, વાહન ચાલકો પરેશાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનના કારણે કેટલાક બેનરો પણ તૂટી નીચે પડ્યા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાતા પાટણ શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં શનિવારની સવારથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. વહેલી સવારથી જ 10થી 15 કિલોમીટરની ઝડપે વંટોળની સાથે ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ગરમીથી રાહતનો દમ અનુભવ્યો હતો.

પાટણ શહેર સહિત જિલ્લા અને રાજયભરમાં ધોમધખતા વૈશાખ મહિનામાં આકાશમાંથી અગનગોળારુપી ગરમીના પ્રકોપથી સૌકોઇ ત્રાહીમામ પોકારી ગયા હતા. પાટણ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન તાપમાનનો પારો ઉત્તરોત્તર વધતા જનજીવન પ્રભાવીત થયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્તાહ વહેલા ચોમાસાને લઈ પશ્ચિમ પૂર્વ વિસ્તારમાં હવાનું હળવુ દબાણ સર્જાતા શનિવારે વહેલી સવારે શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. 10 થી 15 કિલોમીટરની ઝડપે તેજ પવનો ફૂંકાતા ધુળીયુ વાતાવરણ સર્જાયુ હતું. તો સાથે સાથે વાદળછાયા વાતાવરણને લઇ સૂરજદાદા જાણે વાદળોમાં સંતાકુકડી રમતા હોય તેવા દશ્યો પણ જોવા મળ્યા હતા.

પાટણ શહેર અને જીલ્લાનાં વાતાવરણમાં આવેલા બદલાવને લઇ વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી જવા પામી હતી. તો તેજપવનોની સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તો કેટલાક જગ્યા એ લાગેવલ બેનરો પણતૂટી નીચે પડ્યા હતા આમ અસહય ગરમી વચ્ચે અચાનક વાતાવરણ બદલાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...